Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : માધવ કાઠીયાવાડી રેસ્ટોરેન્ટમાંથી 5 બાળ શ્રમિકો મુક્ત કરાવાયા

VADODARA : દરોડામાં ઉં. 14 થી લઇને ઉં. 16 સુધીના પાંચ બાળકો મળી આવ્યા, સંચાલક દ્વારા તેમનું શારીરિક અને માનસિક શોષણ કરવામાં આવતું હતું
vadodara   માધવ કાઠીયાવાડી રેસ્ટોરેન્ટમાંથી 5 બાળ શ્રમિકો મુક્ત કરાવાયા
Advertisement

VADODARA : વડોદરા શહેરમાં બાળ મજુરી ડામવા માટે પોલીસનું એન્ટી હ્મુમન ટ્રાફિકિંગ યુનિટ (ATHU - VADODARA) સતત પ્રયત્નશીલ રહે છે. તાજેતરમાં ટીમે બાતમીના આધારે મકરપુરા બસ ડેપોમાં આવેલા માધવ કાઠીયાવાડી રેસ્ટોરેન્ટમાં દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન પાંચ બાળ શ્રમિકોને મુક્ત કરાવવામાં આવ્યા છે (FREED CHILD LABOR). હોટલ સંચાલક દ્વારા સગીર બાળકોનું માનસિક અને શારીરિક શોષણ કરતા તેના વિરૂદ્ધ જુવેનાઇલ જસ્ટીસ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આ દરોડાને પગલે બાળકો પાસે મજુરી કરાવતા તત્વોમાં ભારે ફફડાટની લાગણી પેંસી જવા પામી છે.

બાતમી મળતા જ ટીમે સ્થળ પર દરોડા પાડ્યા

તાજેતરમાં બાળ મજુરી ડામવા માટે વડોદરા પોલીસના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમો સતત પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન ટીમને બાતમી મળી કે, મકરપુરા બસ ડેપોમાં આવેલા આવેલા માધન કાઠીયાવાડી રેસ્ટોરેન્ટમાં સંચાલક દ્વારા બાળ મજુરી કરાવવામાં આવી રહી છે. બાતમી મળતા જ ટીમે સ્થળ પર દરોડા પાડ્યા હતા. જેમાં ઉં. 14 થી લઇને ઉં. 16 સુધીના પાંચ બાળકો મળી આવ્યા હતા.

Advertisement

જુવેનાઇલ જસ્ટીસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો

રેસ્ટોરેન્ટ સંચાલક દ્વારા સગીર બાળકોનું શારીરિક અને માનસિક શોષણ કરવામાં આવતું હતું. બાળ શ્રમિકોને મુક્ત કરાવવાની સાથે પોલીસ દ્વારા રેસ્ટોરેન્ટના સંચાલક રીંકેશ ભુપતભાઇ રાદડીયા (રહે. રિદ્ધિ રેસીડેન્સી, નોવીનો રોડ, મકરપુરા) (મુળ રહે. મંડલીકપુર, જેતપુર, રાજકોટ) વિરૂદ્ધ મકરપુરા પોલીસ મથકમાં જુવેનાઇલ જસ્ટીસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સાથે મુકત કરાવાયેલા બાળકો ફરીથી બાળક મજુરી ના કરે તે માટે તેમનું કાઉન્સીલીંગ કરીને તેમને સગા સંબંધિને સોંપવામાં આવ્યા છે.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : ચેઇન સ્નેચિંગ સમયે પટકાતા મોત મામલે બે રીઢા તસ્કર ઝબ્બે

Tags :
Advertisement

.

×