VADODARA : બિચ્છુ ગેંગના સાગરીતોનો વરઘોડો નીકળ્યો, પોલીસે કહ્યું, "ડરવાની જરૂર નથી"
VADODARA : વડોદરા (VADODARA) માં તાજેતરમાં નામચીન બિચ્છુ ગેંગ (BICHU GANFG - VADODARA) ના માથાભારે સાગરીતો દ્વારા મહિલા અને તેની પુત્રી પર ગેંગ રેપની ધમકી આપવામાં આવી હતી. જે અંગે મહિલાએ શહેરના અટલાદરા પોલીસ મથક (ATLADRA POLICE STATION - VADODARA) માં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે આરોપીઓની બરાબર સરભરા કરીને તેમનો વરઘોડો કાઢ્યો હતો. પીઆઇએ કહ્યું કે, આવા લુખા તત્વોથી કોઇએ ડરવાની જરૂર નથી.
લુખા તત્વોનો ડર દુર કરવા માટે આ વરઘોડો કાઢવામાં આવ્યો
શહેરના અટલાદરા વિસ્તારમાં રહેતા મહિલા અને તેમના પરિવારને બિચ્છુ ગેંગના માથાભારે સાગરિતો દ્વારા પરેશાન કરવામાં આવતા હતા. સમય જતા મહિલા અને તેની પુત્રીન પર ગેંગ રેપની ધમકી આપવામાં આવતા મામલો પોલીસ મથક પહોંચ્યો હતો. અને મહિલાએ અટલાદરા પોલીસ મથકમાં પાર્થ શર્મા, ઇલ્યાસ અજમેરી, સમીર ખાન પઠાણ અને તન્વીરહુસૈન સબ્બીરહુસૈન મલેક સામે ફરિયાદ નોંધાવી હતી. અટલાદરા પોલીસે ગણતરીના સમયમાં જ આરોપીઓને દબોચી લીધા હતા. જે બાદ વિસ્તારમાં માથાભારેનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. વિસ્તારના લોકોમાં આવા લુખા તત્વોનો ડર દુર કરવા માટે આ વરઘોડો કાઢવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
પોલીસે બહાબરની સરભરા કરી હોવાનું તેમની ચાલ પરથી લાગતું હતું
અટલાદરાના પીઆઇએ મીડિયાને કહ્યું કે, વડોદરાવાસીઓના મનમાંથી ડર ઓછો થાય. આવા લુખા માણસો પ્રત્યો પોલીસ ખુબ જ કડક છે. આખા ગુજરાતમાં ટપોરીઓ માથુ ના ઉંચકે, અને લોકો સારી રીતે રહી શકે. તેના માટે ખાસ ફરિયાદીને સંતોષ અને બીજા માટે પણ સમજ મળે, ફરી બીજા લુખા લોકો આવું ના કરે તે માટે ઉદાહરણીય કામ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, કહેવાતા માથાભારે બિચ્છી ગેંગના સાગરીતોની પોલીસે બહાબરની સરભરા કરી હોવાનું તેમની ચાલ પરથી લાગતું હતું. જે વિસ્તારમાં તેમણે ભય ફેલાવ્યો હતો, તે જ વિસ્તારમાં માથુ નીચુ નાંખીને ચાલવાનો વારો આવ્યો હતો.
આ પણ વાંચો -- VADODARA : પ્લાયવુડની આડમાં લઇ જવાતો રૂ. 57.75 લાખનો દારૂ જપ્ત, ગ્રામ્ય LCB નો સપાટો


