Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : કેશિયરે અન્ય સાથે મળીને બોગસ વાઉચર કૌભાંડ આચર્યું, અનેક ઠગાયા

VADODARA : કેશિયર તરીકે ફરજ બજાવતા પ્રમોદકુમાર સિંગ જે ગ્રાહક વાઉચર ભરીને આપે તેનું ખાતુ ચેક કરીને વાઉચર મુજબના પૈસા આપવાનું કામ કરતા હતા
vadodara   કેશિયરે અન્ય સાથે મળીને બોગસ વાઉચર કૌભાંડ આચર્યું  અનેક ઠગાયા
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) ગ્રામ્ય અંતર્ગત આવતા ડેસરમાં આવેલી બેંકના કેશિયર અને સફાઇ કર્મી દ્વારા મળીનો બોગસ વાઉચર કૌભાંડ (BANK FRAUD) આચરવામાં આવ્યું છે. તેમણે ભેગા મળીને 13 એકાઉન્ટમાંથી ટુકટે ટુકડે નાની-મોટી રકમ મેળવી લીધી હતી. આ એકાઉન્ટ ધારકો પૈકી કેટલાક તો મૃત્યુ પામ્યા છે. આખરે આ મામલે ડેસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પામી છે.

પાસબુકમાં પૈસા ઉપાડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું

ડેસર પોલીસ મથકમાં દિપકભાઇ ગોપાલભાઇ પિલ્લાઇએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના સાઢાસાલ શાખામાં બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવે છે. બ્રાન્ચના કેશિયર પ્રમોદકુમાર સિંગ રામનિવાસી સિંગ અને સફાઇ કર્મી રમેશભાઇ સોમાભાઇ ગોહિલ ફરજ બજાવે છે. હેડ કેશિયર તરીકે ફરજ બજાવતા પ્રમોદકુમાર સિંગ જે ગ્રાહક વાઉચર ભરીને આપે તેનું ખાતુ ચેક કરીને વાઉચર મુજબના પૈસા આપવાનું કામ કરતા હતા. અમારી બેંકની શાખાના એક ગ્રાહકનું મોત થતા તેના પુત્ર દ્વારા તેમના એકાઉન્ટમાં કેટલા પૈસા જમા થયા, અને કેટલા બાકી છે, તે અંગેની પાસબુકમાં એન્ટ્રી કરાવવામાં આવી હતી. જે કરાવતા પાસબુકમાં પૈસા ઉપાડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

Advertisement

ટુકડે ટુકડે કરીને રૂ. 1.54 લાખ ઉપાડવામાં આવ્યા

બાદમાં એકાઉન્ટ ધારકના પુત્રએ મેનેજરને આ પૈસા કોણે ઉપાડ્યા ? તે સંબંધિત માહિતી માંગતી અરજી આપી હતી. તેવી જ રીતે અન્ય ખાતા ધારક દ્વારા પણ પૈસા ઉપાડવા અંગે અરજી કરવામાં આવી હતી. આ અંગેની વિગતો રીજનલ મેનેજરને જણાવતા હેડ કેશિયરની બદલી કરી દેવામાં આવી હતી. ત્યાર બાદ સ્પેશિયલ ઓડિય હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ધ્યાને આવ્યું કે, 13 ગ્રાહકોના એકાઉન્ટમાંથી ટુકડે ટુકડે કરીને રૂ. 1.54 લાખ ઉપાડવામાં આવ્યા છે. તે પૈકી 8 ગ્રાહકોના તો નિધન થઇ ચુક્યા છે. તેમના ખાતામાંથી તેમના નામનું વાઉચર ભરીને ખોટી સહીઓ કરીને પોતાના ફાયદા માટે આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું.

Advertisement

પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી

આ કામમાં પ્રમોદકુમારસિંગ રાવનિવાસીસિંગ અને રમેશભાઇ સોમાભાઇ ગોહિલ સામે ડેસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે બાદ સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો -- VADODARA : ફૂટપાથ પરથી દારૂ વેચતા બુટલેગરને દબોચતી PCB

Tags :
Advertisement

.

×