Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : મોહસિને મનોજ બનીને પ્રેમજાળ બિછાવી

VADODARA : અસલિયત છતી થયા બાદ બંને વચ્ચે ઝઘડા શરૂ થયા, જે વધતા મોહસિને પરિણીતા અને તેના સંતાનો પર ધર્મ પરિવર્તન માટે દબાણ કર્યું
vadodara   મોહસિને મનોજ બનીને પ્રેમજાળ બિછાવી
Advertisement

VADODARA : વડોદરામાં લવજેહાદ (LOVE JIHAD - VADODARA) નો કિસ્સો સપાટી પર આવ્યો છે. જેમાં મોહસિન પઠાણે મનોજ સોની તરીકે પોતાની ઓળખ આપીને પ્રેમજાળ બિછાવી હતી. અને તેમાં બે સંતાનોની માતાને ફસાવી હતી. મહિલાને મોહસિનની હકીકત ખબર પડ્યા બાદ તેણે ધર્મપરિવર્તન કરવા માટે દબાણ કર્યું હોવાનો આરોપ લગાડવામાં આવી રહ્યો છે. આખરે આ મામલો પોલીસ મથકે પહોંચતા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર, મોડી રાત્રે આરોપીને દબોચી લેવામાં આવ્યો છે. અને તેના વિરૂદ્ધ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

ઉત્તરાયણ પર્વ પર પરિણીતા સમક્ષ મોહસિનની અસલિયત છતી થઇ

વડોદરાના તાંદલજા વિસ્તારમાં નૂરજહાં પાર્ક સોસાયટીમાં રહેતા મોહસિન ઐયુબખાન પઠાણે પોતાની ઓળખ મનોજ સોની તરીકે આપીને પ્રેમજાળ બિછાવી હતી. જેમાં બાપોદ વિસ્તારમાં રહેતી બે સંતાનોની માતા ફસાઇ હતી. મોહસિને મહિલા સાથે હિન્દૂ વિધિ અનુસાર લગ્ન કરવાનું નાટક પણ કર્યું હતું. ગત ઉત્તરાયણ પર્વ પર પરિણીતા સમક્ષ મોહસિનની અસલિયત છતી થઇ હતી. ત્યાર બાદ બંને વચ્ચે ઝઘડા શરૂ થયા હતા. જે દિવસેને દિવસે વધતા જતા મોહસિને પરિણીતા અને તેના સંતાનો પર ધર્મ પરિવર્તન માટે દબાણ કર્યું હોવાના આરોપો લગાડવામાં આવ્યા છે.

Advertisement

મોહસિને મહિલાના નામે રૂ. 90 હજારની લોન લેવડાવી

જો કે, મહિલા દ્વારા તે વાતનો વિરોધ કરાતા જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. આ દરમિયાન મોહસિને મહિલાના નામે રૂ. 90 હજારની લોન લેવડાવી હતી. ઉપરાંત તેણે મહિલા પાસેથી રૂ, 1 લાખ રોકડા પણ લીધા હતા. અને તેનાથી તેના મિત્રના નામે ટુ વ્હીલર ખરીદવામાં આવ્યું હતું. આખરે આ મામલો પોલીસ મથક પહોંચ્યો છે. બાપોદ પોલીસ (BAPOD POLICE STATION - VADODARA) દ્વારા ગણતરીની સમયમાં આરોપીની ધરપકડ કરીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : વર્ષો બાદ શહેરને મળશે નવીવ આર્ટ ગેલેરી, વાંચો વિગતવાર

Tags :
Advertisement

.

×