VADODARA : બરોડા ડેરીના નોકરી કૌભાંડમાં વિજિલન્સ તપાસનો ધમધમાટ
VADODARA : વડોદરા (VADODARA) ની જાણીતી બરોડા ડેરીમાં નોકરી કૌભાંડ (BARODA DAIRY JOB SCAM - VADODARA) માં વિજિલન્સ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. હાલ પ્રાપ્ત વિગતો અનુસાર, ડેરીના જ કર્મચારી દ્વારા અનેક યુવાનો જોડેથી નોકરીના નામે પૈસા ઉઘરાવીને કૌભાંડ આચરવામાં આવ્યું હતું. હાલ ગઠિયો ભૂગર્ભમાં ઉતરી ગયો છે. અને આ મામલે ડેરીના વિજિલન્સ વિભાગ દ્વારા પીડિતોને શોધીને નિવેદન લઇ રહી હોવાનું સપાટી પર આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ મામલે લોકચર્ચામાં હાલના વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતિષ નિશાળીયા જોડે ગઠિયાના સંપર્કો હોવાનું સ્થાન લીધું છે. જેને વેગ મળે તે પહેલા જ સતિષ નિશાળીયાએ આ વાતને વિરોધીઓનું ષડયંત્ર ગણાવી દીધું છે.
13 જેટલા નોકરી વાંચ્છુઓ પાસેથી રૂ. 2 કરોડ ખંખેર્યા
બરોડા ડેરીના ડિરેક્ટરનો પીએ હોવાની ઓળખ આપીને જલ્દી નોકરી આપવાના ઝાંસામાં લઇને પ્રિતેશ પટેલ નામના શખ્સ દ્વારા 13 જેટલા નોકરી વાંચ્છુઓ પાસેથી રૂ. 2 કરોડ ખંખેર્યા હતા. આ યુવકે પૈસા પડાવ્યા બાદ નકલી એપોઇન્ટમેન્ટ લેટર પણ આવ્યો હતો. આ મામલે સપાટી પર આવતાની સાથે બરોડા ડેરીના વિજિલન્સ વિભાગ દ્વારા તલસ્પર્શી તપાસ શરૂ કરવામાં આવી છે. આ મામલે દુષ્યંત પટેલ નામના શખ્સનું પણ નામ ખુલ્યું હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
રેકોર્ડિંગ, નકલી એપોઇન્ટમેન્ટ લેટર સહિતના પુરાવાઓ સોંપ્યા
ગઠિયાઓ નોકરી વાંચ્છુઓને ડિટેક્ટર સાથે ઘરોબો હોવાનું જણાવીને વિશ્વાસમાં લેતા હતા. પ્રિતેશ પટેલે તો પોતે ડેરીના ડિરેક્ટરનો પીએ હોવાની ઓળખ પણ આપી હતી. વિજિલન્સની તપાસમાં ભોગ બનનારાઓએ રૂપિયા આપતા સમયના વીડિયો, ઠગ સાથે થયેલી વાતોનું રેકોર્ડિંગ, નકલી એપોઇન્ટમેન્ટ લેટર સહિતના પુરાવાઓ સોંપ્યા છે. ડેરીના વિજિલન્સ ઓફિસર ક્રિષ્ના પાટીલે પીડિતોને ફોન કરીને તેમનો સંપર્ક કરીને નિવેદન માટે બોલાવ્યા હતા.
જેની સામે આરોપ છે, તે લાંબા સમયથી ગુમ છે
ડેરી સુત્રોના જણાવ્યા અનુસાર, આ મામલે ડેરી સત્તાધીશોની સુચના બાદ તપાસ શરૂ કરવામાં આવી છે. જેમની સામે આરોપ છે, તે કર્મચારી લાંબા સમયથી ગુમ છે. તપાસના અંતે વિજિલન્સે તૈયાર કરાયેલો રિપોર્ટ ડેરી સત્તાધીશોને સબમિટ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ મામલે લોકચર્ચામાં હાલના વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતિષ નિશાળીયા જોડે ગઠિયાના સંપર્કો હોવાનું સ્થાન લીધું છે. જેને વેગ મળે તે પહેલા જ સતિષ નિશાળીયાએ આ વાતને વિરોધીઓનું ષડયંત્ર ગણાવી દીધું છે.
આ પણ વાંચો --- VADODARA : વડોદરા દર્શનની બસ પર બાઝેલી ધૂળ કાઢવાવાળું કોઇ નથી


