VADODARA : કોટંબીમાં IML મેચમાં કોપીરાઇટ ભંગની નોટીસ, ફટકારી મોટી પેનલ્ટી
VADODARA : બરોડા ક્રિકેટ એસો.ના કોટંબી સ્થિત ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ઇન્ટરનેશલ માસ્ટર્સ લીગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ક્રિકેટ જગતના સિતારા સ્ટેડિયમમાં ઉતર્યા હતા. આ મેચ દરમિયાન સોંગના કોપીરાઇટનો ભંગ થયો હોવાનું સપાટી પર આવી રહ્યું છે. જેના અનુસંધાને સંબંધિત પક્ષકારે બીસીએને એપેક્ષ સભ્યોનો શો કોઝ નોટીસ ફટકારી છે. અને સાથે જ રૂ. 25 લાખના વળતરની માંગ કરવામાં આવી છે. (SONG COPYRIGHT ISSUE SURFACE DURING IPL MATCH KOTAMBI, VADODARA)
મેચ દરમિયાન સોંગ વગાડવામાં આવ્યા હતા
કોટંબી ક્રિકેટ સ્ટેડિયમને વર્ષ 2025 ફળ્યું છે. વિતેલા ત્રણ માસમાં વિવિધ મેચોનું આયોજન થયું છે. જેને માણવા માટે મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ આવ્યા હતા. તે પૈકીની એક મેચ ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગની હતી. આ મેચોમાં ક્રિકેટ જગતના દિગ્ગજ સિતારાઓ મેદાનમાં ઉતર્યા હતા. સચિન તેંડુલકર, યુવરાજસિંઘ, બ્રાયન લારા સહિતના ક્રિકેટર્સને જોવા પડાપડી થઇ હતી. આ મેચ દરમિયાન સોંગ વગાડવામાં આવ્યા હતા. જેમાં કોપી રાઇટનો ભંગ થયો હોવાનું સપાટી પર આવ્યું છે.
બીસીએ દ્વારા સ્ટેડિયમ ભાડે આપવામાં આવ્યું હતું
આ મામલે પક્ષકાર દ્વારા બીસીએના એપેક્ષ સભ્યોને શો કોઝ નોટીસ ફટકારી છે. અને સાથે જ રૂ. 25 લાખના વળતરની માંગ કરવામાં આવી છે. જેને પગલે ખળભળાટ મચી જવા પામ્યો છે. બીસીએ સુત્રોના જણાવ્યા અનુસાર, ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ માટે બીસીએ દ્વારા સ્ટેડિયમ ભાડે આપવામાં આવ્યું હતું. તે અંગેની જે કોઇ પણ મંજુરી લેવાની હોય, તે તેના આયોજકો દ્વારા લેવામાં આવતી હોય છે. પ્રાથમિક દ્રષ્ટિએ બીસીએ દ્વારા કોઇ નિયમનો ભંગ થયો હોય તેમ જણાતું નથી. અગાઉ આયોજકોને વિવિધ પરવાનગી અંગે પુછતા તેમણે મેળવી લીધી હોવાનું જણાવ્યું હતું. નોટીસ મળ્યા બાદ બીસીએ સત્તાધીશો વિવિધ પાસાઓને ધ્યાને રાખીને આગામી કાર્યવાહી અંગે વિચારી રહ્યા છે.
આ પણ વાંચો --- VADODARA : GIPCL ને ધમકી ભર્યો ઇમેલ, તપાસમાં કંઇ વાંધાજનક ના મળ્યું


