VADODARA : ઉનાળાની શરૂઆતમાં જ રોડ પરનો ડામર પીગળવાનું શરૂ
VADODARA : વડોદરામાં ઉનાળાની શરૂઆત સમયે જ રોડ પર રીસર્ફેસીંગ વખતે પાથરેલો ડામર પીગળવાનું શરૂ થઇ ગયું છે. જેને પગલે સામાજીક કાર્યકર અતુલ ગામેચી દ્વારા પાલિકા તંત્ર સામે અણિયારા સવાલો ઉઠાવવામાં આવ્યા છે. તેમનું કહેવું છે કે, ઉનાળાની શરૂઆતમાં જ જો આવા દ્રશ્યો હોય તો આખો ઉનાળા દરમિયા કેટલા રોડ પરના ડામર પીગળશે ? (ROAD ASPHALT START MELTING IN BEGINNING OF SUMMER - VADODARA)
સ્લીપ થાય તો જવાબદાર કોણ !
સામાજીક કાર્યકર અતુલ ગામેચીએ મીડિયાને જણાવ્યું કે, આ ધારાસભ્ય મનીષાબેન વકીલની ઓફીસે જતો આનંદ નગર (કારેલીબાગ) નો મુખ્ય રસ્તો છે. આ રોડ પર ઉનાળાનો તાપ બરાબર પડ્યો નથી ત્યારે ડામર પીગળવાનું શરૂ થઇ ગયું છે. આ ડામર છે કે કેમિકલ તેની તપાસ થવી જોઇએ. વડોદરાના નાગરિકો વેરો ભરે છે, તેમને વળતર મળતું નથી. જો કોઇ વાહન ડામર પીગળવાના કારણે સ્લીપ થાય તો જવાબદાર કોણ !. જ્યારે રોડ બને, ત્યારે અધિકારીઓએ હાજર રહેવાનું હોય છે, પરંતુ તેઓ હાજર રહેતા નથી, જેને કારણે મનફાવે તેમ કામ થાય છે.
નાગરિકને સારો રોડ આપવાની જવાબદારી પાલિકાની
વધુમાં જણાવ્યું કે, આ ડામર પર રેતી પાથરવી જોઇએ, જે પાથરી નહીં હોવાનું જણાઇ આવે છે. હાઇવે પર રોડ બનાવવામાં આવે છે, તે કોઇ દિવસ પીગળતા નથી. વડોદરાના વેરા ભરતા નાગરિકને સારો રોડ આપવાની જવાબદારી પાલિકાના સત્તાધીશોની છે. આજે આ દશા હોય તો, ઉનાળા ભરમાં કેટલા રોડ પીગળશે ? આ રોડ પર ભ્રષ્ટાચાર લખી શકાય છે, તે હદે તે પીગળ્યો છે.
આ પણ વાંચો --- VADODARA : અંડરગ્રાઉન્ડ કચરાપેટીની ફરતે ગંદકીનો ખડકલો, લોકજાગૃતિનો અભાવ


