VADODARA : ભરથાણા ટોલ પ્લાઝા પર ભાવ વધારો ઝીંકાયો
VADODARA : વડોદરાથી ભરૂચ જતા વચ્ચે આવતા કરજણ પાસેના ભરથાણા ટોલ પ્લાઝા દેશમાં સૌથી વધુ આવક ધરાવતું ટોલ પ્લાઝા છે. જેનો વધુ ફાયદો લેવા માટે ભરથાણા ટોલ પ્લાઝા પર ભાવ વધારે ઝીંકાયો છે. હવેથી કાર ચાલકોએ વધુ રૂ. 5 ચૂકવવા પડશે. આ ભાવ વધારો 1, એપ્રીલથી લાગુ થનાર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં વડોદરાથી ભરૂચ તરફ જતા બે સહિત ત્રણ નેરો બ્રિજના વિસ્તરણનું કાર્ય હાથમાં લેવામાં આવ્યું છે. 2 વર્ષે આ બ્રિજ તૈયાર થશે, પરંતુ તે પહેલા લોકોના ખિસ્સા પર ભાવ વધારાનું ભારણ નાંખી દેવામાં આવ્યું છે.
Bharthana Toll Plaza Hikes Charges : ભરથાણા ટોલ પ્લાઝાના દરમાં વધારો | Gujarat First#TollHike #Bharuch #Vadodara #TravelCost #HighwayCharges #TollPlaza #GujaratFirst pic.twitter.com/f0FBtJ4UOg
— Gujarat First (@GujaratFirst) March 31, 2025
રૂ. 5 થી લઇને રૂ. 15 સુધીનો વધારો કરી દેવામાં આવ્યો
1, એપ્રીલથી સરકારે વડોદરાથી ભરૂચ તરફ જતા વાહનોને ભાવ વધારાની ભેંટ આપી હોય તેમ લાગી રહ્યું છે. વડોદરાથી ભરૂચ તરફ જતા વચ્ચે આવતા ભરથાણા ટોલ પ્લાઝામાં કાર ચાલકોએ હવે વધુ રૂ. 5 ચૂકવવા પડશે. આ ટોલ પ્લાઝા દેશનું સૌથી વધુ આવક ધરાવે છે. તેમાંથી હજી વધુ આવક રળવા માટે તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. ટોલના દરમાં રૂ. 5 થી લઇને રૂ. 15 સુધીનો વધારો કરી દેવામાં આવ્યો છે. આ સાથે જ આસોજ, વાસદ ટોલ પ્લાઝા પર પણ ભાવ વધારા સાથેનો નવો દર અમલી થનાર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
ત્રણ નેરો બ્રિજના વિસ્તરણનું કાર્ય હાથમાં લેવામાં આવ્યું
અત્રે નોંધનીય છે કે, વડોદરાથી ભરૂચ તરફ જતા નેરો બ્રિજના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હતી. જેને પગલે આ રૂટ પર આવતા બે સહિતના ત્રણ નેરો બ્રિજના વિસ્તરણનું કાર્ય હાથમાં લેવામાં આવ્યું છે. આ વિસ્તરણકાર્ય આગામી બે વર્ષમાં પૂર્ણ થનાર છે. ત્યારે તે પહેલા જ વાહન ચાલકો પર ટોલ પ્લાઝામાં ભાવ વધારો ઠોકી દેવામાં આવ્યો છે. જેને પગલે વાહન ચાલકોના ખિસ્સા પર ભારણ વધશે.
આ પણ વાંચો --- VADODARA : હાઉસ કીપરને પાર્ટનર બનાવવાના ઝાંસામાં લઇને લોનની મોટી રકમ સેરવી


