Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : કન્સ્ટ્રક્શન સાઇટ પર રમતી બાળકીનું પટકાતા મોત

VADODARA : વડોદરા (VADODARA) ના ભાયલી (BHAYLI) વિસ્તારમાં આવેલી મયુર 44 નામની કન્સ્ટ્રક્શન સાઇટ પર પ્રથમ માળે રમતી શ્રમિકની બાળકી નીચે પટકાઇ હતી. જેમાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ઘટનામાં ગંભીર ઇજાગ્રસ્ત બાળકીને જેતલપુુર વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં એડમિટ...
vadodara   કન્સ્ટ્રક્શન સાઇટ પર રમતી બાળકીનું પટકાતા મોત
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) ના ભાયલી (BHAYLI) વિસ્તારમાં આવેલી મયુર 44 નામની કન્સ્ટ્રક્શન સાઇટ પર પ્રથમ માળે રમતી શ્રમિકની બાળકી નીચે પટકાઇ હતી. જેમાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ઘટનામાં ગંભીર ઇજાગ્રસ્ત બાળકીને જેતલપુુર વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતીય. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે.

આરસીસીના સપાટ ભાગ પર પટકાઇ

વડોદરાના ભાયલી વિસ્તારમાં મયુર 44 નામની કન્ટ્રક્શન સાઇટ ચાલે છે. અહિંયા શ્રમિક વિનેશભાઇ દિતાભાઇ ગરાસીયા (મુળ રહે. મોનાડુંગર, બાંસવાડા, રાજસ્થાન) (હાલ રહે. મયુર 44 સાઇટ, ભાયલી) કડીયાકામ કરે છે. તાજેતરમાં તેમની દિકરી છાયા (ઉં. 11) સાંજના સમયે મોટા ભાઇ સાથે રમતી હતી. દરમિયાન અચાનક પ્રથમ માળેથી નીચે આરસીસીના સપાટ ભાગ પર પટકાતા તે ગંભીર ઇજાગ્રસ્ત થઇ હતી. જે બાદ તેને તાત્કાલીક સારવાર અર્થે જેતલપુુર ખાતે આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

Advertisement

અકસ્માતે મોતની નોંધ કરવામાં આવી

છાયાનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ ઘટના અંગે છાયાના પિતા વિનેશભાઇ દિતાભાઇ ગરાસીયા (મુળ રહે. મોનાડુંગર, બાંસવાડા, રાજસ્થાન) (હાલ રહે. મયુર 44 સાઇટ, ભાયલી) દ્વારા વડોદરા તાલુકા પોલીસ મથકમાં જાણ કરવામાં આવી હતી. આ મામલે વડોદરા તાલુકા પોલીસ મથકમાં અકસ્માતે મોતની નોંધ કરવામાં આવી હતી. જે બાદ પોલીસે વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Advertisement

વધુ તપાસ હેડ કોન્સ્ટેબલને સોંપાઇ

એક તરફ દિકરીનું અકસ્માતે મોત થતા પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઇ હતી. તો બીજી તરફ વડોદરા તાલુકા પોલીસ મથકમાં આ મામલે નોંધ કર્યા બાદ વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ સુરેન્દ્રસિંહને સોંપવામાં આવી છે.

આ પણ વાંચો -- BANASKANTHA : પ્રેમ સંબંધનો આવ્યો કરૂણ અંત, ભાઈએ જ ભાઈની કરી હત્યા

Tags :
Advertisement

.

×