Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : બિચ્છુ ગેંગ માથુ ઉંચકતી હોવાના સંકેતો, માતા-પુત્રીને મળી ધમકી

VADODARA : પાર્થ શર્માના પિતાનું મૃત્યું થયું છે. તે જેલમાં ડ્રગ્સ કેસમાં ઝડપાયો, તેનું કોઇ નથી, એટલે દયા ખાઇને મદદ કરવા માટે પૈસા કઢાવી આપ્યા હતા
vadodara   બિચ્છુ ગેંગ માથુ ઉંચકતી હોવાના સંકેતો  માતા પુત્રીને મળી ધમકી
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) માં એક સમયે માથાભારે બિચ્છુ ગેંગ (BICHU GANG - VADODARA) નો ભારે આતંક હતો. માંડ તેને નાથવામાં પોલીસ (VADODARA POLICE) ને સફળતા મળી હતી. જો કે, હવે આ સફળતા લાંબો સમય ટકી નહીં હોવાનું સપાટી પર આવ્યું છે. તાજેતરમાં મહિલા અને તેની પુત્રીને બિચ્છુ ગેંગના મળતિયાઓ દ્વારા ધાક-ધમકી આપવામાં આવી રહી હોવાનો આરોપ લગાડવામાં આવ્યો છે. પીડિત મહિલાએ આ મામલે પ્રથમ શહેર પોલીસ કમિશનર અને ત્યાર બાદ અટલાદરા પોલીસ મથકમાં મળી હતી. અને પોતાની વ્યથા વર્ણવી હતી. હવે આ મામલે આગળ શું કાર્યવાહી થાય છે તેના પર સૌ કોઇની નજર રહેશે. અગાઉ બિચ્છુ ગેંગ સામે ગુજસીટોકના કાયદા અંતર્ગત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જેલમાં બંધ પાર્થ શર્માને છોડાવવા માટે પૈસાની મદદ કરી હતી

અટલાદરા પોલીસ મથક વિસ્તારમાં રહેતી પીડિતાએ બિચ્છુ ગેંગના મળતિયાઓ સામે ગંભીર આરોપો મુકતા મીડિયાને જણાવ્યું કે, હું પોલીસ કમિશનરને મળી હતી. ત્યાર બાદ અટલાદરા પોલીસ મથક આવી છું. મારા ઘરે પાર્થ શર્મા, તન્નુભાઇ, ઇલિયાસ ખાન અને પઠાણ બિચ્છુ ગેંગના માણસો છે તેઓ ધમકી આપે છે. મને અને મારી દિકરીને ગેંગ રેપની ધમકી આપે છે. તેઓ અમારી પાસે પૈસાની માંગણી કરે છે. તેમને પૈસા આપી દીધેલા હોવા છતાં પણ વધુ પૈસાની માંગણી કરી રહ્યા છે. મારા પતિએ ડ્રગ્સ કેસમાં જેલમાં બંધ પાર્થ શર્માને છોડાવવા માટે પૈસાની મદદ કરી હતી. તે તેનું બધુ આપીને ગયો હતો. તે જેલમાંથી ફોન કરતો હતો. મારા પતિએ તેમના મિત્ર રવિ કલાલના કહેવાથી પૈસા ઉપાડીને બેંકમાં જમા કરાવ્યા છે.

Advertisement

પેરોલ પર છુટ્યો ત્યારે મારા પતિએ તેના જામીન કરાવ્યા

વધુમાં પીડિતાએ જણાવ્યું કે, રવિ કલાલ જ પૈસા ઉપાડીને પાર્થ શર્માને આપતો હતો. પાર્થ શર્મા અમારા પાડોશી છે, તેના પિતા જોડે અમારા સારા સંબંધ હતા. તેનુ મૃત્યું થયું છે. તે જેલમાં ડ્રગ્સ કેસમાં ઝડપાયો છે. તેનું કોઇ નથી, એટલે મારા પતિએ દયા ખાઇને તેને મદદ કરવા માટે પૈસા કઢાવી આપ્યા હતા. તે જ્યારે પેરોલ પર છુટ્યો ત્યારે મારા પતિએ તેના જામીન કરાવ્યા હતા. તે બાદ ઇલિયાસ ખાને અમારી પર દાદાગીરી કરીને અમને ડરાવી દીધા હતા. રોજ અમને ફોન કરતો હતો. ઘરે આવીને બેસી જતો હતો. અમે કહ્યું કે, અમે બધા પૈસા આપી દીધા છે. તેમ છતાં પણ ખોટા વોઇસ રેકોર્ડિંગ મોકલીને ધમકાવતો હતો. પોલીસ ચોકીમાં પણ મારા પતિને ધમકાવવામાં આવ્યા હતા.

Advertisement

અમારા સમાધાન સમયે એક ચેક અમે આપ્યો હતો

વધુમાં પીડિતાએ ઉમેર્યું કે, બીજા દિવસે સવારે મેં રૂ. 3.5 લાખ આપ્યા હતા. ત્યાર બાદ પાર્થ શર્મા પેરોલ જમ્પ કરીને ભાગી ગયો હતો. મારા પતિએ તેને પકડવામાં મદદ કરી હતી. તે જામીન હતા તો તેમના માથે બધુ આવી ગયું હતું. અમે બધી જ જાણ પોલીસને કરી હતી. તે વખતે અમે ડરી ગયા હતા. અમને ખબર ન્હતી કે બિચ્છુ ગેંગનો માણસ છે. તે હવે જેલમાંથી છુટીને આવ્યો ત્યારે હવે તે બિચ્છુ ગેંગના માણસો સાથે 9 તારીખે રાત્રે સાડા બાર વાગ્યે આવ્યો હતો. તે મારા પતિ પાસેથી રૂ. 8 લાખનો ચેક લઇ ગયો હતો. અમારા સમાધાન સમયે પણ એક ચેક અમે આપ્યો હતો. પણ તે ખોવાઇ ગયો હોવાનું રટણ તેઓ કરી રહ્યા છે. અટલાદરા પોલીસ મથકમાં અમને બોલાવ્યા હતા. અને જણાવ્યું કે, તેમના પૈસા આપી દો.

તુમ્હારે બાલ બચ્ચે રખડ જાયેંગે

આખરમાં પીડિતાએ જણાવ્યું કે, અમે રાત્રે આવ્યા તો તે લોકોએ અમને ઘેરી લીધા અને કહ્યું કે, તુમ્હારા નામ આયેગા. તુમ્હારા નામ હમને સંડોવ દિયા હૈ. તુમ્હારે બાલ બચ્ચે રખડ જાયેંગે. મેં કહ્યું કે, અમે સ્યુસાઇડ કરી લઇશું. અમે નોકરીયાત છીએ. અમારા સંતાનો ઘરે એકલા હોય છે.

આ પણ વાંચો -- VADODARA : ઇ-ચલણ ભરવામાં લાપરવાહી દાખવી તો આકરી કાર્યવાહી માટે તૈયાર રહેજો

Tags :
Advertisement

.

×