Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : "અમે ઘર લઇને ફસાયા", બિલના રહીશોએ કોર્પોરેટર સમક્ષ બળાપો ઠાલવ્યો

VADODARA : ખોટી જગ્યાએ વાહન પાર્કિંગ થાય તો તેને જમા કરવા માટે તંત્રની ગાડીઓ ફરે છે. શું રોડ રસ્તા પરના ખાડા પુરવા માટે કોઇ વાહન ફરે છે ?
vadodara    અમે ઘર લઇને ફસાયા   બિલના રહીશોએ કોર્પોરેટર સમક્ષ બળાપો ઠાલવ્યો
Advertisement

VADDAORA : વડોદરા (VADODARA) ના બિલ વિસ્તારમાં આવેલા ટીપી - 1 માં રહેતા રહીશો રોડ-રસ્તા, ડ્રેનેજ અને લાઇની સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે. લાંબા સમયથી ચાલતી આવતી સમસ્યાનો કોઇ કાયમી ઉકેલ હજીસુધી નહીં મળતા તેઓ કોર્પોરેટર સમક્ષ બરાબરના વરસ્યા હતા. અને એટલે સુધી કહી સંભળાવ્યું કે, અમે અહિંયા ઘર લઇને ફસાયા છીએ. તો બીજી તરફ કોર્પોરેટર દ્વારા સીધી જ રજુઆત તેમને કરવા જણાવ્યું હતું. સાથે સ્થાનિકોની તમામ સમસ્યાનો ઉકેલ લાવવાની બાંહેધારી આપવામાં આવી હતી.

Advertisement

કોઇ પ્રેગ્નેન્ટ મહિલા રસ્તે પસાર થાય તો તેની ડિલીવરી થઇ જાય

વિસ્તારની સમસ્યાને લઇને સ્થાનિક હિતેશ ગીલએ મીડિયાને જણાવ્યું કે, આજે અમારા વોર્ડના કોર્પોરેટર આવ્યા છે. અમે તેમને રોડ-રસ્તા, ગટર સહિતની સમસ્યા અંગે રજુઆત કરી છે. ઘણા સમયથી અમે લોકો ત્રસ્ત થઇ ગયા છે. અહિંયા ઘણીબધી સમસ્યાઓ છે, તેનું કોઇ સોલ્યુશન નથી. આ વખતે અમને બાંહેધારી આપવામાં આવી છે. જેનું ટુંક સમયમાં પાલન કરવામાં નહીં આવે તો મોટો પડઘો પડવાનો છે. તેની ખાતરી અમે આપીએ છીએ. અત્યારે તો અમે કોર્પોરેટરને રજુઆત કરી છે, કામ નહીં થાય તો ત્યાર બાદ ધારાસભ્ય, પછી મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી સુધી રજુઆત કરવાની અમારી તૈયારી છે. એટલા ખરાબ રસ્તા છે કે, કોઇ પ્રેગ્નેન્ટ મહિલા રસ્તે પસાર થાય તો તેની ડિલીવરી થઇ જાય. રસ્તા પર લાઇટોની પણ વ્યવસ્થા નથી. અમારા વિસ્તારના કામો થતા નથી. મારી મુખ્યમંત્રી અને કેન્દ્રિય મંત્રીને રજુઆત છે કે, અક્ષર ચોક બ્રિજ ઉતરીએ છીએ, ત્યાં સ્વામીનારાયણ મંદિર પાસેનો વળાંક આવે છે. ત્યાં આગળ આવ્યા બાદ ટ્રાફીક જામ થાય છે. અમારે ત્રણ કોઠા પસાર કરવા પડે છે, ત્યારે અમે ઘરે આવીએ છીએ.

Advertisement

તમે બેસો અને કોઇ સમસ્યા હોય તો તેનું નિરાકરણ લાવો

ટીપી કરવાથી કંઇ ના થાય, ટીપી પાડે તેના પછીનો રોડ મેપ શું છે, તે બનાવવો પડે. અધિકારીઓને ખબર પડવી જોઇએ કે ટીપી બનાવવાથી કંઇ ના થાય. ટીપી બનાવીને બિલ્ડરોને ફાયદો થશે. તે 100 ટકા સત્ય હકીકત છે. અમે અહિંયા ઘર લઇને ફસાયા છીએ તેનું શું. અક્ષર ચોકથી મારા ઘર સુધી આવતા આવતા ત્રણ કોઠા પસાર કરવાના હોય છે. પણ પાલિકાને એટલી ખબર નથી પડતી કે આનું નિવારણ શું લાવવાનું. પાલિકા અને રેલવેનો એક સેતું બનાવો. તમે બેસો અને કોઇ સમસ્યા હોય તો તેનું નિરાકરણ લાવો. જે ફાટક બંધ થઇ છે, તેને પાલિકામાં લો. રોડ પહોળો કરો. પાલિકાના અધિકારીઓને ખબર છે ખરી કે અમારી ત્યાં કેટલી સોસાયટીઓ છે. આપણે ખોટી જગ્યાએ વાહન પાર્કિંગ થાય તો તેને જમા કરવા માટે તંત્રની ગાડીઓ ફરે છે. શું રોડ રસ્તા પરના ખાડા પુરવા માટે કોઇ વાહન ફરે છે. મારી રજુઆત છે કે, એક અધિકારીને મોકલો, તે સતત 4 - 5 દિવસ મોકલો, તેમની અમે જમાડીશું. અમારા મનની વ્યથા તેમને ખબર પડવી જોઇએ.

મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને અહિંયા લઇને આવીએ

સ્થાનિક કોર્પોરેટર મનીશ પગારે (VADODARA BJP CORPORATOR - MANISH PAGARE) એ જણાવ્યું કે, બિલ ગામની ટીપી - 1 માં 100 જેટલી સોસાયટીના રહીશો ભેગા થયા છે. અને તેમની રોડ, લાઇટ અને પાણીની જરૂરિયાતના નિવારણ માટે સાથી કોર્પોરેટર ટ્વિંકલબેન સાથે હાજર રહ્યા છે. તેમણે તેમની સમસ્યા રજુ કરી છે. તેના સમાધાન માટેના તમામ પ્રયત્નો કરવાની ખાતરી આપી છે. અમે જરૂર પડ્યે ઉપર રજુઆત કરીશું. ટુંક સમયમાં મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને અહિંયા લઇને આવીએ. અને વિસ્તારની તકલીફો વહેલી તકે દુર થાય તેવા તમામ પ્રયત્નો કરીશું. સ્થાકોને તેમ પણ કહ્યું કે, તમે સીધા કોર્પોરેટરોને ફોન કરો, સંપર્ક કરો. પાલિકા કચેરીએ જવા કરતા, તો પ્રશ્નોનું જલ્દી નિરાકરણ આવશે. તેવો અમારો અનુભવ છે. કારણકે અમે રોજીંદા કામ માટે અવાર-નવાર અધિકારીઓને મળતા હોઇએ છીએ.

આ પણ વાંચો -- VADODARA : મ્યુનિ. કમિશનર અધિકારીઓ પર બગડ્યા, બેદરકારી બદલ નોટીસ અપાશે

Tags :
Advertisement

.

×