ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : શહેર ભાજપ પ્રમુખે દબાણોની લાંબીલચક યાદી વહીવટી તંત્રને સોંપી

VADODARA : બંધ બારણે મળેલી બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ દ્વારા જિલ્લા કલેક્ટરને ત્રણ પાનાની યાદી સોંપવામાં આવી હતી
08:47 AM Nov 22, 2024 IST | PARTH PANDYA
VADODARA : બંધ બારણે મળેલી બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ દ્વારા જિલ્લા કલેક્ટરને ત્રણ પાનાની યાદી સોંપવામાં આવી હતી

VADODARA : વડોદરા (VADODARA) માં ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમાર (રાજા) ના પુત્ર તપન પરમારની ચાકુના ઘા ઝીંકીને હત્યાને પગલે ચકચાર મચી જવા પામી છે. આ ઘટના બાદ શહેરભરના વિવિધ વિસ્તારોમાં દબાણો હટાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે, હત્યા બાદ નેતાઓ અને શહેરના ઉચ્ચ અધિકારીઓની બંધ બારણે બેઠક મળી હતી. જેમાં શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ (VADODARA CITY BJP PRESIDENT - DR. VIJAY SHAH) દ્વારા ત્રણ પાનાની યાદી અધિકારીઓને સોંપી હતી. જેમાં શહેરના 25 વિસ્તારોમાં દબાણની વિગતો આપવામાં આવી હતી. જે બાદ દબાણ હટાવો ઝૂંબેશ વેગ પકડી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ધારાસભ્યો પાસેથી માહિતી મેળવવામાં આવી

વડોદરામાં ચકચારી હત્યાની ઘટનાઓ સામાન્ય માનવીથી લઇને મોટા નેતાઓનો અચંબિત કરી દીધા હતા. આ ઘટના બાદ વડોદરાના નેતાઓ અને અધિકારીઓ વચ્ચે બંધ બારણે બેઠક મળી હતી. જેમાં શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ દ્વારા જિલ્લા કલેક્ટરને ત્રણ પાનાની યાદી સોંપવામાં આવી હતી. આ યાદીમાં શહેરના 25 જેટલી જગ્યાઓ પરના દબાણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ યાદી તૈયાર કરતી વખતે ધારાસભ્યો પાસેથી માહિતી મેળવવામાં આવી હતી.

લોકો સરાહના કરી રહ્યા છે

આ યાદીમાં નોનવેજની લારી, નશાનું દુષણ, ઝુંપડી સહિતનાનો ઉલ્લેખ છે. વિતેલા ત્રણ દિવસથી પાલિકા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેની લોકો સરાહના કરી રહ્યા છે.

યાદીમાં આ વિસ્તારના દબાણો દુર કરવાનો ઉલ્લેખ કરાયો છે.

  1. ખાસવાડી સ્મશાન રોડ
  2. નાગરવાડા-સલાટવાડા
  3. મચ્છીપીઠ
  4. ભૂતડીઝાંપા રોડ
  5. તરસાલી શાક માર્કેટ
  6. સરદાર એસ્ટેટથી નવજીવન રોડ
  7. મધુનગર બ્રિજ રોડ, ગોરવા
  8. સનફાર્મા રોડ
  9. ડભોઇ રોડ-સોમા તળાવ
  10. પેન્શનપુરા
  11. ફતેપુરાથી સંગમ
  12. જેપી રોડ પોલીસ સ્ટેશનથી વાસણા રોડ
  13. ગોરવા ગામ
  14. ફાયર સ્ટેશન ચાર રસ્તાથી વાસણા-ભાયલી રોડ
  15. નિલાંબર ચાર રસ્તા
  16. વાસણા જકાતનાકા
  17. રાણેશ્વર મંદિર પેટ્રોલપંપથી હરિનગર
  18. હરિનગરથી ગોત્રી રોડ
  19. ગોત્રી રોડથી પ્રિયા સિનેમા રોડ
  20. પ્રિયા ટોકિઝથી પેટ્રોલ પંપ
  21. યથ કોમ્પલેક્ષથી કિસ્મત ચોકડી
  22. અકોટા-દાંડિયાબજાર બ્રિજથી આરસી પટેલ એસ્ટેટ રોડ
  23. જેતલપુર ગરનાળાથી હોટલ સુર્યાપેલેસ રોડ

આ પણ વાંચો -- VADODARA : પાલિકાએ વાત ધ્યાને ના લેતા કોર્પોરેટરે સર્કલનું નામકરણ કરી દીધું

Tags :
areaBJPCitydifferentencroachmentHANDOVERListofpresidentVadodara
Next Article