ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : બ્રિજનું બિનજરૂરી કાર્પેટીંગ રોકાવી પાલિકાના પૈસા બચાવતા કોર્પોરેટર

VADODARA : તેમનું કહેવું છે કે, અંદાજીત રૂ. 1 કરોડના ખર્ચે આ બ્રિજ પર રીકાર્પેટીંગનું કાર્ય કરવાની કોઇ જરૂરિયાત નથી. આ બ્રિજ 10 વર્ષ પહેલા જ બન્યો છે
10:37 AM Apr 16, 2025 IST | PARTH PANDYA
VADODARA : તેમનું કહેવું છે કે, અંદાજીત રૂ. 1 કરોડના ખર્ચે આ બ્રિજ પર રીકાર્પેટીંગનું કાર્ય કરવાની કોઇ જરૂરિયાત નથી. આ બ્રિજ 10 વર્ષ પહેલા જ બન્યો છે

VADODARA : વડોદરા પાલિકા દ્વારા અલગ અલગ ઓવરબ્રિજ પર રીસર્ફેસીંગનું કામ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત 14, એપ્રિલથી હરિ નગર ઓવર બ્રિજનું કાર્પેટીંગ હાથ ધરવામાં આવનાર હતું. પરંતુ આ બ્રિજ પર આ પ્રકારે કાર્પેટીંગની જરૂરત નહીં હોવાના કારણે સ્થાનિક કોર્પોરેટર નિતીન દોંગા દોડી આવ્યા હતા. અને પાલિકાના નાણાંનો ખોટો વેડફાટ અટકાવ્યો હતો. નિતીન દોંગાએ અધિકારીઓની હાજરીમાં જણાવ્યું કે, ત્રણ જેટલા ખાડા છે. તેનું પેચવર્ક કરાવી દેવામાં આવશે. અહિંયા રૂ. 1 કરોડનો ખર્ચ કરવાની કોઇ જરૂરત જણાતી નથી. (BJP CORPORATOR SAVE MONEY OF VMC, STOPPED USEFUL CARPETING OF HARI NAGAR OVER BRIDGE - VADODARA)

કોર્પોરેટર નિતીન દોંગા સ્થળ પર દોડી ગયા

વડોદરા પાલિકા દ્વારા ઓવર બ્રિજ પરથી અવર-જવર સરળતાથી થઇ શકે તે માટે રીસર્ફેસીંગ કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે. શહેરના અલગ અલગ ઓવર બ્રિજ પર આ કાર્ય ચાલી રહ્યું છે, અથવા તો પૂર્ણ થઇ ગયું છે. આ વચ્ચે વડોદરાના હરિનગર બ્રિજ પર 14 એપ્રિલથી રીસર્ફેસીંગ કાર્ય શરૂ કરવાનું હતું. તે અંગેનું નોટીફીકેશન પણ બહાર પાડવામાં આવ્યું હતું. જે બાદ અચાનક સ્થાનિક કોર્પોરેટર નિતીન દોંગા સ્થળ પર દોડી ગયા હતા. અને કામ અટકાવી દીધું હતું.

અધિકારીઓ અને કોર્પોરેટરે સાથે મળીને બ્રિજનું નિરીક્ષણ કર્યું

નિતીન દોંગાનું કહેવું છે કે, અંદાજીત રૂ., 1 કરોડના ખર્ચે આ બ્રિજ પર રીકાર્પેટીંગનું કાર્ય કરવાની કોઇ જરૂરિયાત નથી. આ બ્રિજ 10 વર્ષ પહેલા જ બન્યો છે. અને હાલની સ્થિતીએ સારો છે. નિતીન દોંગાએ કામગીરી અટકાવતા પાલિકાના અધિકારીઓ દોડી ગયા હતા. અધિકારીઓ અને કોર્પોરેટરે સાથે મળીને બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું. જે બાદ નિતીન દોંગાનું કહેવું હતું કે, બ્રિજ પર ત્રણ જગ્યાએ ખાડા જણાય છે. જેનું પેચવર્ક વોર્ડમાંથી કરાવી દેવામાં આવશે. આ બ્રિજ પર રૂ. 1 કરોડ ખર્ચવાની કોઇ જરૂરિયાત નથી.

આ પણ વાંચો --- VADODARA : "તું વાત નહીં કરે તો તારા ભાઇ, બહેન અને પિતાને....", સનકી પ્રેમીની ધમકી

Tags :
BJPBridgecarpetingCorporatorGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsmoneyoversavestoppedunusefulVadodaraVMC
Next Article