VADODARA : ભાજપના કોર્પોરેટરની સ્ટંટબાજી બાદ પાલિકાના એન્જિનિયરને નોટીસ
VADODARA : વડોદરામાં ભાજપના કોર્પોરેટરે કેચપીટમાં ઉતરીને તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જો કે, આ વીડિયોમાં કોર્પોરેટરને પ્રજાના પ્રશ્નની ઓછી અને પોતાની પ્રસિદ્ધિની વધારે દરકાર હોય તેમ જણાઇ આવતું હતું. આ ઘટનામાં કોર્પોરેટરને જોઇએ તેવી પ્રસિદ્ધિતો ના મળી પરંતુ પાલિકાએ એન્જિનિયરને નોટીસ ફટકારી છે. અને તેનો જવાબ આપવા જણાવ્યું છે. આમ, કોર્પોરેટરની સ્ટંટબાજી પાલિકાના એન્જિનિયરને ભારે પડી હોવાનું હાલ તબક્કે જાણવા મળી રહ્યું છે. (BJP CORPORATOR ENTER INTO CATCHPIT, VMC SLAP NOTICE TO ENGINEER - VADODARA)
Vadodara: ચોઘડિયા ખરાબ...સાહેબને કેમ ઉતરવા દીધા અંદર?
કેટલાક નેતા ઘણી વખત એવું કાર્ય કરતા હોય છે જેને લઇ નાગરિકો વાહવાહી કરે
હવે આ કિસ્સાને લઇ તમારો નજરીયો શું છે? તે વિડીયો પૂર્ણ થયા બાદ જણાવજો #Gujarat #Vadodara #ViralNews #BJP #BhanjiPatel #YogeshVasava #GujaratFirst pic.twitter.com/HrG81t4WVw— Gujarat First (@GujaratFirst) March 26, 2025
કોઇ પણ સુરક્ષાના સાધનો વગર સીધા જ કેચપીટમાં ઉતર્યા
વડોદરાના સમા વિસ્તારમાં જાધવ પાર્ક પાસે પાણીની લાઇન પસાર થતી હતી .જેમાં ભંગાણ સામે આવતા પાણી મિશ્રિત આવતું હોવાની બુમો ઉઠી હતી. આ વાત પાલિકા સત્તાધીશો સુધી પહોંચતા તેમના દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. અને ભંગાણનું રીપેરીંગ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન ભાજપના કોર્પોરેટર ભાણજીભાઇ પટેલ સ્થળ પર પહોંચ્યા હતા. અને કોઇ પણ સુરક્ષાના સાધનો વગર સીધા જ કેચપીટમાં ઉતર્યા હતા. ત્યાર બાદ તેમણે પોતાનો વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો હતો.
કોઇ ઘટના સર્જાય તો તે માટે જવાબદાર કોણ
જે બાદ પાલિકાના અધિકારીની મુશ્કેલીઓ વધી છે. પાલિકા દ્વારા ઉત્તરઝોનના નાયબ કાર્યપાક એન્જિનિયર યોગેશ વસાવાને નોટીસ ફટકારી છે. જેમાં કોર્પોરેટરે સુરક્ષા વગર કેચપીટમાં ઉતર્યા બાદ કોઇ ઘટના સર્જાય તો તે માટે જવાબદાર કોણ તેવા સવાલ પુછવામાં આવ્યો છે. આમ, કોર્પોરેટરની સ્ટંટબાજીને પગે પાલિકાના એન્જિનિયરની મુશ્કેલી વધી છે.
આ પણ વાંચો --- VADODARA : 15 વર્ષની સગીરાને માતા બનાવનાર દુષ્કર્મીને 20 વર્ષની સખ્ત કેદ


