VADODARA : કોર્પોરેટરનો સગાવાદ : લગ્નપ્રસંગ માટે તાત્કાલિક રોડનું કાર્પેટીંગ કરાવ્યું
VADODARA : વડોદરા (VADODARA) ના વાઘોડિયા રોડ પર આવેલા બાપોદ વિસ્તારમાં અન્ય વોર્ડના ભાજપના મહિલા કોર્પોરેટર દ્વારા રોડ બનાવવાનું સુચન કર્યું (BJP CORPORATOR SUGGEST ROAD IN OTHER WORD CONTROVERSY - VADODARA) હતું. પોતાના સંબંધીને ત્યાં લગ્ન હોવાથી મહિલા કોર્પોરેટરે તુરંત કાર્પેટીંગ કરાવી દેતા વિવાદ સર્જાયો છે. પોતાના વિસ્તારની ચિંતા છોડીને મહિલા કોર્પોરેટરે અન્ય વિસ્તારમાં રોડના કામને ત્વરિતતા અપાવતા શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ મામલે સ્થાનિક કોર્પોરેટર અજાણ હોવાનું તેમ મીડિયાને જણાવ્યું છે.
50 મીટર જેટલો રોડ પર તાત્કાલિક કાર્પેટીંગ કરાવી દેતા વિવાદ
વડોદરાના વહીવટી વોર્ડ નં - 13 ના કોર્પોરેટર ભાજપના જાગૃતિબેન કાકા છે. તેઓ વડોદરા મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય પણ છે. હાલમાં બાપોદ ચાર રસ્તા નજીક આવેલા વેદ રેસીડેન્સીથી કૃષ્ણા રેસીડેન્સી થઇને સિદ્ધાર્થ પેરેડાઇઝથી નેશનલ હાઇવેને જોડતા 18 મીટરના રસ્તાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. તેવામાં જાગૃતિબેન કાકા દ્વારા 50 મીટર જેટલો રોડ પર તાત્કાલિક કાર્પેટીંગ કરાવી દેતા વિવાદ સર્જાયો છે. આશ્ચર્યની વાત છે કે, આ વાતથી સ્થાનિક કોર્પોરેટર અજાણ છે. જેને પગલે તરહ તરહની ચર્ચાઓએ સ્થાન લીધું છે.
ખાડા ખોદ્યા હોવાથી સ્થાનિકો પરેશાન થઇ રહ્યા હતા
આ અંગે જાગૃતિબેન કાકાએ મીડિયાને જણાવ્યું છે કે, લોકો પરેશાન હતા એટલે મેં રજુઆત કરી હતી. આ રોડ બનાવવાનું કાર્ય નવેમ્બર માસમાં મંજુર કરી દેવામાં આવ્યું હતું. પરંતુ ત્યાં ખાડા ખોદ્યા હોવાથી સ્થાનિકો પરેશાન થઇ રહ્યા હતા. જો કે, આ અંગે વોર્ડ નં - 5 ના મહિલા કોર્પોરેટર તેજલ વ્યાસએ મીડિયાને જણાવ્યું કે, મારા વોર્ડમાં તાત્કાલિક ધોરણે કરેલા રોડ કાર્પેટીંગ અંગે મને કોઇ જાણકારી નથી.
આ પણ વાંચો --- VADODARA : વિશ્વામિત્રી નદીમાંથી મગર-કાચબાના કામચલાઉ સ્થળાંતરને મંજુરી


