Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : "ટાંટિયા ખેંચમાંથી બહાર આવીને એક થવું પડશે", ભાજપ જિલ્લા પ્રમુખની ટકોર

VADODARA : તાજેતરમાં વડોદરા (VADODARA) પાસેના ડભોઇમાં સમાજનું પ્રથમ સંમેલન યોજાયું હતું. તેમાં વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ સતિષ નિશાળીયાએ સમાજના લોકોને સંબોધન કરતા ટકોર કરી કે, ખરેખર આપણા સમાજની અંદર જે ટાંટિયા ખેંચવાની પદ્ધતિ છે. તેમાંથી બહાર આવીને એક થવું...
vadodara    ટાંટિયા ખેંચમાંથી બહાર આવીને એક થવું પડશે   ભાજપ જિલ્લા પ્રમુખની ટકોર
Advertisement

VADODARA : તાજેતરમાં વડોદરા (VADODARA) પાસેના ડભોઇમાં સમાજનું પ્રથમ સંમેલન યોજાયું હતું. તેમાં વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ સતિષ નિશાળીયાએ સમાજના લોકોને સંબોધન કરતા ટકોર કરી કે, ખરેખર આપણા સમાજની અંદર જે ટાંટિયા ખેંચવાની પદ્ધતિ છે. તેમાંથી બહાર આવીને એક થવું પડશે. તેમના દ્વારા કરવામાં આવેલી માર્મિક ટકોર રાજનીતિ અને સમાજ બંનેના સંદર્ભે હોવાનો શ્રોતાઓનો મત જાણવા મળી રહ્યો છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં સામાજીક અગ્રણીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

લોકોએ તેને આગળ મોકલવો જોઇએ

તાજેતરમાં વડોદરા પાસેના ડભોઇમાં સમસ્ત પાટીદાર સમાજનો સંમેલન યોજાયું હતું. જેમાં વિવિધ ક્ષેત્રના પાટીદાર અગ્રણીઓ જોડાયા હતા. આ તકે વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ સતિષ નિશાળીયાએ સુચક નિવેદન આપ્યું હતું. જેને લઇને લોકોએ તેમને તાળીઓથી વધાવી લીધા હતા. વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ સતિશ નિશાળીયાએ કહ્યું કે, ખરેખર કોઇ આગળ જતો હોય, તેને આગળ મોકલા માટે ગામે અને આજુબાજુના ગામના લોકોએ તેને આગળ મોકલવો જોઇએ. પરંતુ ખરેખર આપણા સમાજની અંદર જે ટાંટિયા ખેંચવાની પદ્ધતિ છે. તેમાંથી બહાર આવીને એક થવું પડશે.

Advertisement

અનેક મહાનુભવો જોડાયા

આ તકે અગ્રણી દ્વારા સામાજિક પ્રવૃત્તિઓને વેગવંતી બનાવવા માટે પોતાનું અનુદાન પણ નોંધાવ્યું હતું. જેને તમામે વધાવ્યું હતું. આ કાર્યક્રમમાં ર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ, જયેશભાઈ પટેલ માવલી વાલા, દિલીપભાઈ પટેલ, APMCના વાઇસ ચેરમેન ડોક્ટર મહેન્દ્રભાઈ પટેલ, શિનોર APMC ચેરમેન સચીનભાઈ પટેલ, વિરલ પટેલ અને દર્શન પટેલ, મેહુલભાઈ પટેલ, દીક્ષિતભાઈ પટેલ ભાવેશભાઈ પટેલ, ધવલભાઈ પટેલ તથા વડોદરા જિલ્લા મંડળના તમામ પ્રમુખ સહિતના મહાનુભવો જોડાયા હતા.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : દેશના વિકાસ રોલ મોડેલ ગુજરાતમાં MSME કરોડરજજુ સમાન છે : મુખ્યમંત્રી

Tags :
Advertisement

.

×