VADODARA : ભાજપના મહિલા કોર્પોરેટરના પિતા વધુ એક વખત વિવાદમાં
VADODARA : વડોદરાના યુવા કોર્પોરેટર પૈકી એક ભૂમિકા રાણાના પિતા નરેશ રાણા વધુ એક વખત વિવાદમાં આવ્યા છે. આજે જિલ્લા રજીસ્ટ્રાર કચેરી ખાતે ધરણા કરવા જતા રાવપુરા પોલીસ દ્વારા તેમની સામે અટકાયતી પગલાં લઇને વધુ કાર્યવાહી હાથ ધરી છે. ભૂમિકા રાણા કોર્પોરેટર બન્યા બાદથી તેમના પિતા નરેશ રાણા અલગ અલગ કારણોસર અનેક વખત વિવાદમાં આવી ચૂક્યા છે. મહારાણા પ્રતાપ કો. ઓપરપેટીવ ક્રેડીટ સોસાયટી લિ. ના મંત્રી દ્વારા ધાંધલી કરવામાં આવી હોવાના આરોપ તેમણે મીડિયા સાથેની વાતમાં લગાવ્યા હતા. અગાઉ નરેશ રાણા પાલિકાના અધિકારીઓ તથા વિસ્તારના લોકો સાથે અલગ અલગ કારણોસર અનેક વખત ઘર્ષણમાં આવી ચુક્યા છે.
સતિષ રાણા પર ગુનો દાખલ કરવાની માંગ
વડોદરાના વહીવટી વોર્ડ - 7 ના ભાજપના યુવા કોર્પોરેટર ભૂમિ રાણા (BJP CORPORATOR BHUMIKA RANA FATHER CONTROVERSY - VADODARA) ના પિતા નરેશ રાણાએ મીડિયાને જણાવ્યું કે, મહારાણા પ્રતાપ કો. ઓપરપેટીવ ક્રેડીટ સોસાયટી લિ. ના મંત્રી પદે છેલ્લા 20 વર્ષથી સતિષભાઇ રાણા છે. તેઓ ચૂંટણી યોજતા નથી અને સરમુખત્યાર બનીને કામગીરી કરે છે. તે પોતાને નિવૃત્ત સરકારી અધિકારી બતાવે છે. મારી માંગણી છે કે, આ વિષયની તપાસ થવી જોઇએ, અમારી સંસ્થાના સભાસદોને જે ભેંટ આપવામાં ચૂંક થઇ છે. અથવા ભેંટના બીલો બનાવીને તેમણે લીધા છે. દરેકને પોતાની ભેંટ મળવી જોઇએ. અને આ મામલાની તપાસ થવી જોઇએ. સાથે જ મારી પર જે રૂ. 10 લાખનો ગુનો નોંધ્યો છે. તેની મંડળમાંથી સ્ટેમ્પ, વકીલ ફી પરત લઇને સતિષ રાણા પર ગુનો દાખલ કરવાની માંગ છે.
અમે કશું ખોટું નથી કરતા
અગ્રણી સતિષ રાણાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, તે ભાઇને દુખે છે પેટ અને કુટે છે માથું. તેણે જે આરોપ મુક્યા તે પુરવાર કરી શક્યો નથી. મેં તેને ચેલેન્જ કરી છે. અમે જ્યારે ગીફ્ટ વહેંચી ત્યારે તે અંગેનો અને કાયદેસરનો મંડળીમાં ઠરાવ કરીને ઓથોરાઇઝ્ડ ડીલર પાસેથી ક્વોટેશન મંગાવ્યા હતા. અમે બોર્ડમાં નક્કી કર્યુ, ત્યાર બાદ અમે તેમની પાસે ગયા, ક્વોટેશન સમયે પૂરાવાઓ પણ મેળવવામાં આવ્યા છે. આ બધુ અમે કરેલું છે. અમે કશું ખોટું નથી કરતા. અમારી કામગીરીનું સરકારી ઓડીટ પણ કરવામાં આવે છે.
આ પણ વાંચો --- VADODARA : રેલવે પ્લેટફોર્મ પરની શોપમાં લખેલી નોંધ માત્ર 'સુવાક્ય' બની


