Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ભાજપના સિનિયર નેતા પર વધુ એક જમીન ઠગાઇનો આરોપ

VADODARA : દિલીપસિંહના સસરા જોડે જુના સંબંધો છે, તેઓ મારા પાર્ટનર છે, જો મારી સાથે આવું કર્યું હોય તો બીજા અનેક જોડે આવું કર્યું હોઇ શકે - ફરિયાદી
vadodara   ભાજપના સિનિયર નેતા પર વધુ એક જમીન ઠગાઇનો આરોપ
Advertisement

VADODARA : વડોદરાના વજનદાર કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજા (BJP CORPORATOR - PARAKRAMSINH JADEJA - VADODARA) ને જમીન મામલે ચુનો ચોપડનાર ભાજપના સિનિયર નેતા દિલીપસિંહ ગોહિલ અને કમલેશ દેત્રોજા (BJP LEADER DILIPSINH GOHIL, LAND FRAUD CASE) સામે વધુ એક જમીન ઠગાઇનો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે ઠગાઇનો ભોગ બનનાર પીડિતે આજે શહેર પોલીસ કમિશનરને લેખિતમાં અરજી સ્વરૂપે ફરિયાદ આપી છે. આ મામલે આવનાર સમયમાં ફરિયાદ નોંધાઇ શકે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. આ જોતા આવનાર સમયમાં આ લોકોથી ઠગાઇનો ભોગ બનેલા વધુ લોકો સામે આવી શકે છે.

પાવર ઓફ એટર્ની બતાવીને પૈસા પડાવ્યા હોવાનો આરોપ

વાઘોડિયા જિલ્લાના ભાણીયારા સ્થિત શક્તિ ધામમાં રમેશભાઇ અરવિંદ ભાઇ પટેલ દેવસેવા અને ખેતી કરીને પોતાનું જીવન ગુજરાન ચલાવે છે. તેમના પરિચિત દિલીપસિંગ ગોહિલ (રહે. રામા પેલેસીયો, ઇસ્કોન હાઇટ્સ, ન્યુ અલકાપુરી, વડોદરા) અને કમલેશ દેત્રોજા (રહે. વાત્સ્લ્ય કુંજ, નારાયણ વાડી પાસે, અટલાદરા, વડોદરા) દ્વારા સુખલીપુરા સ્થિતી જમીનની પાવર ઓફ એટર્ની બતાવીને પૈસા પડાવ્યા હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે. આ મામલે આજરોજ શહેર પોલીસ કમિશનરને રજુઆત કરવામાં આવી છે. આ મામલે જમીન ઠગાઇ મામલે વધુ એક ફરિયાદ નોંધાય તો નવાઇ નહીં.

Advertisement

મારી બાજુમાં જ દિલીપસિંહના સસરાનું ફાર્મ છે

પીડિત રમેશભાઇ પટેલ (મહારાજ) એ મીડિયાને જણાવ્યું કે, મારી પાસેથી (ભાજપના નેતા દિલીપસિંહ ગોહિલ અને કમલેશ દેત્રોજા) એક વર્ષથી પૈસા લે છે. રૂ. 1.04 કરોડ લીધા છે. તેની ફરિયાદ આપવા હું આવ્યો છું. બંનેએ મને પાવર ઓફ એટર્ની બતાવી હતી. અને તે મને આપવા માટે આનાકાની કરી હતી. ઝેરોક્સ કાઢવાના બહાને ગોળ ગોળ ફેરવતા હતા. જે રીતે પરાક્રમસિંહ જોડે બોગસ દસ્તાવેજ કરવામાં આવ્યો હતો. તેની રીતે આ લોકો બોગસ પાવર ઓફ એટર્ની લઇને ફરી રહ્યા છે. આ જમીન મારા મંદિરની બાજુમાં આવેલી છે. તેઓ તેને વેચવા માટે આવતા હતા. મારી બાજુમાં જ દિલીપસિંહના સસરાનું ફાર્મ છે. એટલે તેમની જોડે મારે વર્ષોથી સંબંધ છે. તે નાતે મેં તેમના પર વિશ્વાસ મુકીને પૈસા આપ્યા હતા.

Advertisement

દિલીપસિંહ રાજકીય વગ ધરાવે છે, તેને પાઠ ભણાવવો જોઇએ

વધુમાં જણાવ્યું કે, પૈસા મેં તેમને ટુકડે ટુકડે આપ્યા છે. જે દિવસે છેતરપીંડિની ખબર પડી, ત્યારે મેં પરાક્રમસિંહનો સંપર્ક કર્યો હતો. અને વાત જાણી હતી. આ મામલે આરોપીઓનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો. પણ થઇ શક્યો ન્હતો. બંને ફરાર હોવાનું જાણવા મળ્યું છે. અન્ય લોકો સાથે પણ આ પ્રકારે છેતરપીંડિ થઇ હશે. આરોપી દિલીપસિંહના સસરા જોડે મારા જુના સંબંધો છે, તેઓ મારા પાર્ટનર પણ છે, જો મારી સાથે આવું કર્યું હોય તો બીજા અનેક જોડે આવું કર્યું હોઇ શકે છે. તેમાં મને કોઇ શંકા લાગતી નથી. દિલીપસિંહ રાજકીય વગ ધરાવે છે, તે પોતાને વકીલ પણ સમજે છે, તે વ્યક્તિએ આવું કર્યું, તેને પાઠ ભણાવવો જોઇએ. આ ફરિયાદ સંબંધે બે દિવસમાં કોઇ કાર્યવાહી થાય તેવી શક્યતા છે.

આ પણ વાંચો ---  VADODARA : BJP MLA નું બોગસ સોશિયલ મીડિયા એકાઉન્ટ બન્યું

Tags :
Advertisement

.

×