VADODARA : ધારાસભ્યના કાર્યક્રમમાં દુષ્કર્મના આરોપીએ સ્ટેજ પર ચઢી મજા લૂંટી
VADODARA : વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા પ્રેરિત સમૂહ લગ્ન પૂર્વે લોક કલાકારોનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં દુષ્કર્મના આરોપી આકાશ ગોહિલે સ્ટેજ પર સ્થાન જમાવ્યું હતું. આકાશ ગોહિલ હાલ જામીન પર છૂટ્યો હોવાનું જાણવા મળ્યું છે. વાયરલ થયેલા વીડિયોમાં આકાશ પૈસા ઉડાડી રહ્યો છે. અને સ્ટેજ પર શો બાજી કરી રહ્યો છે. સમૂહ લગ્ન સંસ્કાર પહેલાના આ દ્રશ્યો વિવાદ ઉભો કરે તેવા હતા. અને ધારાસભ્યના પ્રયાસોને નીચું દેખાડનારા હતા. (RAPE CASE ACCUSED ON STAGE PROGRAM ORGANIZED BY BJP MLA - VADODARA)
સ્ટેજ પર દુષ્કર્મનો આરોપી ચઢી જતા લોકોમાં રોષ વ્યાપ્યો
ગતરોજ વાઘોડિયાના ધારાસભ્ય ધરમેન્દ્રસિંહ વાઘેલા દ્વારા 11 માં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાગ લેવા માટે ખુદ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવી પહોંચ્યા હતા. અને તેમણે ધારાસભ્યના પ્રયાસોની ભરપેટ સરાહના કરી હતી. સમુહ લગ્નની પૂર્વ રાત્રીએ અનેક લોક કલાકારોની હાજરીમાં સંગીતમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવાદ સામે આવ્યો છે. હજારો લોકોની હાજરીમાં આયોજિત કાર્યક્રમમાં દુષ્કર્મ કેસનો આરોપી આકાશ ગોહિલ સ્ટેજ પર પહોંચી ગયો હોવાનો વીડિયો સામે આવ્યો છે. લગ્ન સંસ્કાર સંદર્ભે આયોજિત કાર્યક્રમના સ્ટેજ પર દુષ્કર્મનો આરોપી ચઢી જતા લોકોમાં રોષ વ્યાપ્યો છે.
હાર પહેરાવીને તેનું સન્માન પણ કરવામાં આવ્યું
બીજી બાજુ દુષ્કર્મ કેસમાં આરોપી આકાશ પટેલે બિન્દાસ્ત મજા લૂંટતો જોવા મળ્યો હતો. તે પૈસા ઉડાડતો હતો, કલાકાર જોડે રીલબાજી કરતો હતો. જાણે તેણે કોઈ ગુનો કર્યો જ નથી તેમ વર્તી રહ્યો હતો. વીડિયોમાં સ્ટેજ પર તેને હાર પહેરાવીને તેનું સન્માન પણ કરવામાં આવ્યું હોય તેમ જોવા મળી રહ્યું છે. આ ઘટના બાદથી પંથકમાં તરહ તરહની ચર્ચાઓએ સ્થાન લીધું છે.
આ પણ વાંચો --- VADODARA : સમૂહ લગ્નથી સમાજમાં સહયોગ અને એકતાનો ભાવ સશક્તપણે ઊભો થઈ રહ્યો છે: મુખ્યમંત્રી


