Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ધારાસભ્યની કંપનીએ પ્લોટ ખરીદી પૈસા ના ભર્યા, 4 વર્ષે દરખાસ્ત

VADODARA : આ જમીનના ડિપોઝીટ પેટે રૂ. 10 લાખ ભરવામાં આવ્યા હતા. અને બાકીના રૂ. 4.48 કરોડની નિયત મર્યાદામાં ચૂકવણી કરવામાં આવી ન્હતી
vadodara   ધારાસભ્યની કંપનીએ પ્લોટ ખરીદી પૈસા ના ભર્યા  4 વર્ષે દરખાસ્ત
Advertisement

VADODARA : વડોદરા ગ્રામ્યની વાઘોડિયા વિધાનસભા બેઠક પરથી હાલના ભાજપના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા (BJP MLA DHARMENDRASINH VAGHELA) સાથે સંકળાયેલી કંપની દ્વારા વર્ષ 2020 - 2021 માં માંજલપુરનો પ્લોટ ઉંચી બોલી લગાવીને મેળવ્યો હતો. તે બાદ તેમણે માત્ર રૂ. 10 લાખની ડિપોઝીટ ભરપાઇ કરી હતી. તે સિવાયના કોઇ પણ નાણાં ચૂકવવામાં આવ્યા ન્હતા. હવે 4 વર્ષે શરતો દુર કરી પ્લોટના નાણાં વ્યાજ સાથે ભરપાઇ કરવા માટેની દરખાસ્ત સ્થાયી સમિતીમાં મુકવામાં આવી છે. જો કે, સમય જતા આ પ્લોટની કિંમતમાં વધારો થયો છે. જેથી નવેસરથી હરાજી કરવામાં આવે તો જ પાલિકાને તેનો ફાયદો મળી શકે તેમ છે, તેવું પાલિકાની લોબીમાં ચર્ચાઇ રહ્યું છે.

શરત 12 અને 13 ને દુર કરવાની દરખાસ્ત કરવામાં આવી

રેડ ઓર્ગેનાઇઝર પ્રા. લી. દ્વારા માંજલપુર વિસ્તારમાં 1450 ચોરસ મીટરનો પ્લોટ અપસેટ વેલ્યુની સામે 31,600 ની બોલીને મેળવ્યો હતો. જેની કિંમત રૂ. 4.58 કરોડ થતી હતી. આ મામલે માત્ર ડિપોઝીટના રૂ. 10 લાખ ભરવામાં આવ્યા હતા. અને બાકીના રૂ. 4.48 કરોડની નિયત મર્યાદામાં ચૂકવણી કરવામાં આવી ન્હતી. સુત્રો મુજબ જે અંગે શરત 12 અને 13 ને દુર કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. શરતો મુજબ હરાજીની રકમ નિયત સમયમાં ભરપાઇ ન કરાય તો ડિપોઝીટ જપ્ત થઇ શકે છે. અને મુદત પુરી થયે બોલી રદ્દ ગણવામાં આવી શકે છે.

Advertisement

પાલિકાએ પોતાનું હિત ધ્યાને રાખીને હરાજી રદ્દ કરી દેવી જોઇએ

સુત્રોના જણાવ્યા અનુસાર, આ મામલે મુદપ પુરી થયા બાદથી વ્યાજની ગણતરી કરવામાં આવે તો 18 ટકા મુજબ દોઢ કરોડ જેટલું થવાનો અંદાજ છે. જો વ્યાજની વસુલાત ના કરે તો પાલિકાને મોટો ફટકો પડી શકે તેમ છે. આ સિવાય પાલિકાએ પોતાનું હિત ધ્યાને રાખીને હરાજી રદ્દ કરી દેવી જોઇએ. કારણકે વર્ષ 2020 માં જમીનનો ચો.મી ભાવ રૂ. 31,500 હતો. જે આજની તારીખના અંદાજ મુજબ રૂ. 45,000 જેટલો થવા પામે છે.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : તલાટીની 'હિટલરશાહી' થી સભ્યો ત્રસ્ત, સામુહિક રાજીનામાંની ચિમકી

Tags :
Advertisement

.

×