Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : નામજોગ આરોપ સામે ધારાસભ્યનો જવાબ, "મેં જિંદગીમાં ખોટું કામ કર્યું નથી"

VADODARA : વડોદરા (VADODARA) માં માનવસર્જિત પૂર બાદ વિશ્વામિત્રી નદી કિનારાના દબાણો દુર કરવા માટેની વાતોએ જોર પકડ્યું હતું. હવે આ વાતો શાસકપક્ષ અને વિપક્ષ વચ્ચે નિવેદનબાજીનો અખાડો બની ગયો હોય તેમ લાગી રહ્યું છે. ગઇ કાલે કોંગ્રેસના નેતા વિનુભાઇ...
vadodara   નામજોગ આરોપ સામે ધારાસભ્યનો જવાબ   મેં જિંદગીમાં ખોટું કામ કર્યું નથી
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) માં માનવસર્જિત પૂર બાદ વિશ્વામિત્રી નદી કિનારાના દબાણો દુર કરવા માટેની વાતોએ જોર પકડ્યું હતું. હવે આ વાતો શાસકપક્ષ અને વિપક્ષ વચ્ચે નિવેદનબાજીનો અખાડો બની ગયો હોય તેમ લાગી રહ્યું છે. ગઇ કાલે કોંગ્રેસના નેતા વિનુભાઇ પટેલના બાંધકામ અંગે સામાન્ય સભામાં અવાજ ગૂંજ્યો હતો. તે બાદ આજે કોંગી આગેવાનના પુત્ર સંદિપ પટેલે ભાજપના ધારાસભ્ય કેયુર રોકડિયા તથા ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજા સામે સનસનીખેજ આરોપો મુક્યા હતા. ધારાસભ્ય સામે નામજોગ આરોપ મુક્યા બાદ તેઓ મીડિયા સમક્ષ આવ્યા છે. અને તમામ આરોપો સામે તેમના તરફની હકીકત લોકો સમક્ષ મુકી છે. જો કે, આ બધા વચ્ચે વિશ્વામિત્રી નદી પરના દબાણોનો મુદ્દો ધીરે ધીરે સાઇડ લાઇન થઇ રહ્યો હોવાનું જોવા મળી રહ્યું છે.

તે જમીનનો ઝોન ફેર ઓગષ્ટ - 2017 માં કરવામાં આવ્યો છે

ભાજપના ધારાસભ્ય કેયુર રોકડિયા (BJP MLA KEYUR ROKADIA) એ જણાવ્યું કે, આજે ફરી એક વખત કોંગ્રેસની માનસીકતા છતી થવા પામી છે. ગઇ કાલે પાલિકાની સભામાં જેનું મકાન ઝોનફેર કર્યા વગર ઉભુ છે તેવો આક્ષેપ થયો હતો. તેની સામે તેણે આજે મારા નામજોગ વળતો આક્ષેપ કર્યો છે. સમા ગામની સર્વે નંબરની જમીન પ્રતિબંધિત ઝોનમાં હતો અને મેં તેનો ઝોન ફેર કરાયો છે. હું જવાબ આપવા માંગું છું. તે જમીનનો ઝોન ફેર ઓગષ્ટ - 2017 માં કરવામાં આવ્યો છે.

Advertisement

આંધળા, અણસમજું અને અભણ હોય તેને સમય ના પડે

વધુમાં તેમણે જણાવ્યું કે, આ જગ્યા મેં પ્લોટેડ જગ્યા નગીનભાઇ વાઘેલાના ધર્મપત્ની જોડેથી વર્ષ 2019, ઓક્ટોબરમાં ખરીદી છે. અને તે જગ્યા વર્ષ 2021 માં મેં વેચી દીધી છે. તે દેખાડે છે કે ઝોન ફેર થયો ત્યારે હું તેનો માલિક ન્હતો. મેં ખરીદેલી જગ્યા પ્લોટેડ હતી. જે આંધળા, અણસમજું અને અભણ હોય તેને સમય ના પડે. ખોટો આરોપ કરવો તે કોંગ્રેસનું ચરિત્ર બની ગયું છે. મેં મારી જિંગદીમાં કોઇ ખોટું કામ કર્યું નથી. આ એ લોકો છે જેમના મકાનો ઝોનફેર કર્યા વગર ઉભા છે, તેઓ ખરાઈ કરી લે. ઝોન ફેર વગરનું મકાન ગેરકાયદેસર જ કહેવાય. તેમાં લાજવાની જગ્યાએ આ ગાજતા લોકો છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : દબાણ મામલે કોંગી નેતાના પુત્રનો "સ્ફોટક" પલટવાર, જાણો કોના નામો ખુલ્યા

Tags :
Advertisement

.

×