Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : 'ડેવલોપમેન્ટ રોકાય તો તેના પ્રત્યાઘાત ચૂંટણીમાં પડે'- ધારાસભ્ય શૈલેષ સોટ્ટા

VADODARA : અમે કમિશનરને કહ્યું, જેટલા આવા કામો અમારા ધ્યાને લાવો. મુખ્યમંત્રીને રજુઆત કરીશું. આ રીતે વિસ્તારનું ડેવલોપમેન્ટ રોકાય નહીં - MLA
vadodara    ડેવલોપમેન્ટ રોકાય તો તેના પ્રત્યાઘાત ચૂંટણીમાં પડે   ધારાસભ્ય શૈલેષ સોટ્ટા
Advertisement

VADODARA : તાજેતરમાં વડોદરા પાલિકાની વડી કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનર, તથા સંબંધિત વિભાગના વડાની હાજરીમાં સાંસદ અને ધારાસભ્યોની સંકલનની બેઠક મળી હતી. આ બેઠકમાં વડોદરાના રૂંધાતા વિકાસને લઇને વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ ચર્ચામાં ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા - સોટ્ટાએ સ્પષ્ટ પણે કહી દીધું કે, ધારાસભ્યોની રજુઆત છતાં તેમાં અવરોધ આવે એટલે અમે કમિશનરને કહ્યું છે કે, જેટલા આવા કામો અમારા ધ્યાને લાવો. અમે મુખ્યમંત્રીને રજુઆત કરીશું. આવી રીતે વિસ્તારનું ડેવલોપમેન્ટ રોકાય નહીં. ડેવલોપમેન્ટ રોકાય તો તેના પ્રત્યાઘાત આગામી કોર્પોરેશનની ચૂંટણીમાં પણ પડે. જેને પગલે બેઠકમાં સોંપો પડી ગયો હતો. (MP - MLA MEET MUNICIPAL COMMISSIONER - VADODARA)

Advertisement

કમિશનરે કહ્યું કે, સ્ટેન્ડિંગ કમિટિ મંજુર નથી કરતી

ડભોઇના ધારાસભ્ચ શૈલેષ સોટ્ટાએ મીડિયાને જણાવ્યું કે, આક્રમક રજુઆત કરી તેમ ના કહી શકાય પરંતુ ભાયલી, બીલ અને કલાલી મારો વિસ્તાર લાગે છે. ભાયલીમાં ત્યાંના લોકોની રજુઆત હતી કે મચ્છરોનો ત્રાસ વધુ છે, ત્યાં વરસાદી ગટર બની રહી છે, ગટરનું કામ કરવું, અને તેને બંધ કરવાની રજુઆત કરી છે. ભાયલીમાં તળાવ છે, સરકાર તળાવમાં ધ્યાન આપે છે, ભાયલી તળાવનું કામ રોકવામાં આવે છે, કમિશનરે કહ્યું છે કે, સ્ટેન્ડિંગ કમિટિ મંજુર નથી કરતી, તો તે કેમ નથી કરતી તેની તપાસ કરવામાં આવશે. ભાયલી તળાવનું બ્યુટીફીકેશન થાય તે જરૂરી છે. તેવી જ રીતે બિલના તળાવ માટે પણ વાત કરી છે. ભાયલી, હીલ અને કલાલીના કેટલાક રસ્તાઓ બાકી છે, તેની પણ ચર્ચા કરી છે. તાકીદે કામ પૂર્ણ કરવા જણાવ્યું છે. (MLA RAISE CONCERN OVER LOW DEVELOPMENT SCALE MAY HARM COMING ELECTION - VADODARA)

Advertisement

ડભોઇના ધારાસભ્યને વિશ્વાસમાં લેવામાં નથી આવ્યા

વધુમાં જણાવ્યું કે, ભાયલીમાં લિનીયર પાર્ક માટે રૂ. 50 કરોડ જેટલી રકમ ફાળવવામાં આવી છે. છતાં પણ કામગીરી હાથ પર લેવામાં નથી આવતી. ગયા વર્ષના બજેટમાં લિનીયર પાર્ક હતું. સરકાર જ્યારે પૈસા આપતું હોય ત્યારે પાલિકાએ ટેન્ડર બહાર પાડીને મોનીટરીંગ કરવાનું હોય છે. ધારાસભ્યોની રજુઆત છતાં તેમાં અવરોધ આવે એટલે અમે કમિશનરને કહ્યું છે કે, જેટલા આવા કામો અમારા ધ્યાને લાવો. અમે મુખ્યમંત્રીને રજુઆત કરીશું. આવી રીતે વિસ્તારનું ડેવલોપમેન્ટ રોકાય નહીં. ડેવલોપમેન્ટ રોકાય તો તેના પ્રત્યાઘાત આગામી કોર્પોરેશનની ચૂંટણીમાં પણ પડે. કલાલીમાં તો વરસાદી પાણીના નિકાલ માટે કોઇ વ્યવસ્થા જ નથી. વિશ્વામિત્રીનું જે આયોજન કરવામાં આવ્યું, જે કલાલી, મારેઠામાં કામ કરવામાં આવ્યું છે, તે ડભોઇ વિધાનસભાના વિસ્તારો છે, જેમાં ડભોઇના ધારાસભ્યને વિશ્વાસમાં લેવામાં નથી આવ્યા. તેનું પણ ધ્યાન દોર્યું છે. અમારા ધ્યાને આ બાબત આવવી જોઇએ. કમિશનરે હકારાત્મક પ્રતિભાવ મળ્યો છે.

વોર્ડ નં - 3, ઓજી વિસ્તાર વગેરેમાં પાણીનું પ્રેશર ઓછું આવી રહ્યુ્ં છે

સાંસદ ડો. હેમાંગ જોષીએ મીડિયાને જણાવ્યું કે, આજે પાલિકા ખાતે સંકલનની બેઠક મળી છે. અગત્યનો વિષય કે જેમાં પોલીસ વિભાગ અને પાલિકાએ ટીમ વર્ક કરીને જે જગ્યાએ પહોળો રોડ છે, ત્યાં સંખ્યા બંધ અકસ્માત થયા છે. તે જગ્યાએ સ્પીડ રોકવા રબર સ્ટ્રીપ્સ લગાડવા અંગે રજુઆત કરી છે. વિવિધ વિસ્તારોમાં વોર્ડ નં - 3, ઓજી વિસ્તાર વગેરેમાં પાણીનું પ્રેશર ઓછું આવી રહ્યુ્ં છે. જેની ચર્ચા કરવામાં આવી છે. આ સાથે જળ સંચય અભિયાન માટે વિસ્તારોની ઓળખ કરીને તેનું કાર્ય વેગ પકડે, તથા વિશ્વામિત્રી નદીાં પૂર નિવારણ માટેની કામગીરીની માહિતી મેળવી છે.

આ પણ વાંચો --- VADODARA : KabhiB ની પેક્ડ બ્રેડમાં કીડા ફરતા મળી આવ્યા

Tags :
Advertisement

.

×