ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : BJP MLA ના નિવેદન બાદ કોર્પોરેટરે ચલાવ્યા શબ્દોના બાણ

VADODARA : વડોદરા (VADODARA) માં ધારાસભ્ય અને કોર્પોરેટર વચ્ચેની કોલ્ડ વોર ખુલીને સામે આવી રહી હોય તેમ લાગી રહ્યું છે. એક સમયના અત્યંત નીકટના ગણાતા અને હાલ વડોદરા પાલિકામાં કોર્પોરેટર તરીકે ચૂંટાઇને લોક સેવકની ભૂમિતા ભજવતા કોર્પોરેટર વચ્ચેના સંબંધોમાં તિરાડ...
11:35 AM Oct 13, 2024 IST | PARTH PANDYA
VADODARA : વડોદરા (VADODARA) માં ધારાસભ્ય અને કોર્પોરેટર વચ્ચેની કોલ્ડ વોર ખુલીને સામે આવી રહી હોય તેમ લાગી રહ્યું છે. એક સમયના અત્યંત નીકટના ગણાતા અને હાલ વડોદરા પાલિકામાં કોર્પોરેટર તરીકે ચૂંટાઇને લોક સેવકની ભૂમિતા ભજવતા કોર્પોરેટર વચ્ચેના સંબંધોમાં તિરાડ...

VADODARA : વડોદરા (VADODARA) માં ધારાસભ્ય અને કોર્પોરેટર વચ્ચેની કોલ્ડ વોર ખુલીને સામે આવી રહી હોય તેમ લાગી રહ્યું છે. એક સમયના અત્યંત નીકટના ગણાતા અને હાલ વડોદરા પાલિકામાં કોર્પોરેટર તરીકે ચૂંટાઇને લોક સેવકની ભૂમિતા ભજવતા કોર્પોરેટર વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી છે. જે અત્યાર સુધી ગણતરીના લોકો જ જોઇ શકતા હતા. પરંતુ હવે આ મામલો ખુલીને સપાટી પર આવી રહ્યો છે. જે કેટલાય લોકો માટે આશ્ચર્યનો વિષય છે.

આરોપીઓનું એન્કાઉન્ટર કરતા ખચકાવવું ના જોઇએ

વડોદરાના ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા) (DABHOI - BJP MLA SHAILESH MAHETA) અને હાલના ભાજપના કોર્પોરેટર આશિષ જોશી (BJP CORPORATOR ASHISH JOSHI) ની નીકટતા સૌ કોઇ જાણે જ છે. બંને એકબીજા જોડે લાંબા સમયથી સંકળાયેલા છે. પરંતુ કોઇક કારણોસર બંને વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી છે. જે અત્યાર સુધી જુજ લોકો જાણતા હતા. પરંતુ તાજેતરમાં કોર્પોરેટર આશિષ જોશી દ્વારા કરવામાં આવેલી સોશિયલ મીડિયા પોસ્ટથી બંને વચ્ચેની તિરાડ ખુલીને બહાર આવી છે. દુષ્કર્મના આરોપીઓનું એન્કાઉન્ટર કરતા ખચકાવવું ના જોઇએ, અને તે માટે પોલીસને સપોર્ટ કરવો જોઇએ તેવા બેબાક મત સાથે ડભોઇના ધારાસભ્ય શૈલેષ સોટ્ટા મીડિયા સમક્ષ આવ્યા હતા. તેમના નિવેદનના પગલે ભારે ચર્ચા જામી હતી. કેટલાકનું માનવું હતું કે, તેમણે રાજ્યના 6 કરોડ ગુજરાતીઓના મનની વાત કહી દીધી છે.

કોર્પોરેટર આશિષ જોશીએ નામ લીધા વગર લખ્યું

જો કે, ધારાસભ્યના એકદમ નજીતના ગણાતા કોર્પોરેટર આશિષ જોશી દ્વારા શબ્દો રૂપી બાણ મારીને વિંધવામાં આવ્યા હોય તેવી સોશિયલ મીડિયા પોસ્ટ લખવામાં આવી હતી. ધારાસભ્યના નિવેદન બાદ કોર્પોરેટર આશિષ જોશીએ નામ લીધા વગર લખ્યું કે, આજકાલ જે લોકો બળાત્કારના ગુનાગારે માટે ગંભીર સજા માંગે છે, એ લોકોએ પોતે કરેલા ગુનાહ પણ અરીસા સામે ઉભા રહી કબુલી લેવા, પછી સલાહ આપવી.

તિરાડ હવે ઘણાબધા લોકો જોઇ શકે તેમ છે

અત્રે ઉલ્લેખનીય છે કે, ધારાસભ્ય શૈલેષ મહેતા અને કોર્પોરેટર આશિષ જોશી વચ્ચેની તિરાડ હવે ઘણાબધા લોકો જોઇ શકે તેમ છે. બંને વચ્ચેની ઘનિષ્ઠતા સાંધવા માટે કોઇ પ્રયાસો થાય છે કે નહીં તે જોવું રહ્યું.

આ પણ વાંચો -- VADODARA : "દુષ્કર્મના આરોપીઓનું એન્કાઉન્ટર કરો" - BJP MLA શૈલેષ સોટ્ટા

Tags :
A++BJPbyCorporatorFriendgoodindirectlyMLAoneOPPOSEstatementVadodara
Next Article