Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : સ્થળ મુલાકાત લઇ પ્રશ્નો હલ કરવાની દિશામાં ધારાસભ્યનો પ્રયાસ

VADODARA : વડોદરા (VADODARA) ના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ (BJP MLA YOGESH PATEL) દ્વારા આજે અધિકારીઓને સ્થળ મુલાકાત કરાવીને સ્થાનિકોના પ્રશ્નો હલ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે આ પ્રક્રિયા મીટિંગ દરમિયાન બંધ રૂમમાં અથવા તો પાલિકાની કચેરીમાં થતી...
vadodara   સ્થળ મુલાકાત લઇ પ્રશ્નો હલ કરવાની દિશામાં ધારાસભ્યનો પ્રયાસ
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) ના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ (BJP MLA YOGESH PATEL) દ્વારા આજે અધિકારીઓને સ્થળ મુલાકાત કરાવીને સ્થાનિકોના પ્રશ્નો હલ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે આ પ્રક્રિયા મીટિંગ દરમિયાન બંધ રૂમમાં અથવા તો પાલિકાની કચેરીમાં થતી હોય છે. પરંતુ સિનિયર ધારાસભ્યએ સ્થળ મુલાકાત કરાવીને વધારે વ્હવહારૂ ગતિથી કામકાજ પૂર્ણ થાય તેવા પ્રયાસો કર્યા છે.

બે કામને લઇને અધિકારીઓને બોલાવ્યા

વડોદરાના માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલ ગુજરાતના સૌથી સિનિયર આગેવાનો પૈકી એક છે. તેઓ બેબાક રીતે લોકોના પ્રશ્નો ઉજાગર કરતા હોય છે. અને તેને પરિણામ સુધી લઇ જતા હોય છે. આજે આવી જ એક ઘટના સામે આવી છે. માંજલપુર વિસ્તારમાં આવેલા વડસરમાં નાળુ તુટી જવાના કારણે સર્જાયેલી સ્થિતી તથા ગણેશજીના વિસર્જન માટેની તૈયારીઓને લઇને આજે તેમણે અધિકારીઓને સાથે રાખીને સ્થળ મુલાકાત કરી છે. અને વ્હવહારૂ તેજ ગતિથી કામકાજ પૂર્ણ થયા તે દિશામાં પ્રયત્નો હાથ ધર્યા છે.

Advertisement

ખેડૂતો તો જગ્યા આપવા તૈયાર

સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું કે, આજે બે કામ માટે અધિકારીઓને બોલાવ્યા હતા. એક કામમાં વડસરનું નાળુ ચોમાસામાં તુટી ગયું છે. ત્યાં પહેલાથી બ્રિજ બનાવવાનું આયોજન હતું. પરંતુ ઘણા સમયથી જમીનનું સંપાદન થતું નથી. એટલે આ કામ અટકેલું છે. આજે ટાઉન પ્લાનીંગ ઓફીસરોને બોલાવ્યા હતા. તેનો રસ્તો જોયો, કમિશનર સાથે મેં વાત કરી છે. બે ખેડૂતો તો જગ્યા આપવા તૈયાર થયા છે. તે લોકો જોડે કમિશનર ચર્ચા કરશે, અને તે પછી નક્કી થશે.

Advertisement

અધિકારીઓ સાથે સ્થળ પર ચર્ચા

વધુમાં તેમણે જણાવ્યું કે, બીજુ કામ ગણેશોત્સવ આવી રહ્યો છે. તેના માટે માંજલપુરમાં સ્મશાન પાસે ગત વખતે ગણેશજીના વિસર્જન માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. તે વ્યવસ્થા કરવા માટે વોર્ડ નં - 18 ના કોર્પોરેટરો, પાલિકાના અધિકારીઓ આવ્યા હતા. અધિકારી સાથે ચર્ચા કરી છે. ગઇ વખતે જે ઉંડાઇ હતી, તેનાથી વધુ ઉંડુ કરીને, કુદરતી તળાવ બનાવવાનું છે. તે કામ ઝડપથી થાય તે માટે અધિકારીઓ સાથે સ્થળ પર ચર્ચા થઇ છે.

આ પણ વાંચો -- VADODARA : કોર્પોરેટ જોબ જેટલી આવક મેળવતા ખેડૂત

Tags :
Advertisement

.

×