Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : BMW હિટ એન્ડ રન કેસમાં PI ની બદલી, ACP ને સોંપાઇ તપાસ

VADODARA : આ મામલામાં કાર ચાલક ફરાર થયો હતો. અને 24 માં દિવસે તેની અટકાયત કરવામાં આવી હતી. જે બાદ ત્રણ કલાકમાં જ છોડી દેવાયો
vadodara   bmw હિટ એન્ડ રન કેસમાં pi ની બદલી  acp ને સોંપાઇ તપાસ
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) ના કારેલીબાગ વિસ્તારમાં થયેલી BMW કારની અડફેટે હિટ એન્ડ રનની ઘટનામાં રહેમનજર દાખવનારા હરણી પોલીસ સ્ટેશન (HARNI POLICE STATION - VADODARA) ના પીઆઇ આર. ડી. ચૌહાણ સામે શિક્ષાત્મક પગલાં ભરતા લીવ રિઝર્વમાં બદલી કરી દેવામાં આવી છે. જ્યારે આ મામલાની તપાસ એસીપી - એચ ડિવીઝનને સોંપવામાં આવી છે. આ ઘટનાના 24 દિવસ બાદ આરોપીને પકડવામાં આવ્યો હતો. જે બાદ તેના ગણતરીના સમયમાં જ તેને છોડી દેવામા્ં આવ્યો હતો. મામલો સપાટી પર આવ્યા બાદ શહેર પોલીસ કમિશનર દ્વારા આખરા પગલાં લેવામાં આવ્યા છે.

આરોપી બિલ્ડર પુત્રની 24 માં દિવસે અટકાયત કરવામાં આવી હતી

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલા પુરૂષોત્તમ નગરમાં રહેતા 73 વર્ષિય કાંતિલાલ ઠક્કર મળસ્કે કચરો નાંખવા ગયા હતા. દરમિયાન સવારે બિલ્ડર મુકેશ સોરઠિયાના પુત્ર પિનાંક સોરઠિયાની લક્ઝુરિયસ BMW કારની અડફેટે તેમનું મોત નિપ્યું હતું. આ મામલામાં કાર ચાલક ફરાર થયો હતો. અને 24 માં દિવસે તેની અટકાયત કરવામાં આવી હતી. જે બાદ ત્રણ કલાકમાં જ તેને છોડી દેવામાં આવ્યો હતો. આ ઘટનામાં કાર્યવાહી દરમિયાન અકસ્માત સર્જનાર કારને પણ કબ્જે કરવામાં આવી ન્હતી. આ પ્રકારની ગંભીર લાપરવાહી દાખવનાર હરણી પોલીસ મથકના પીઆઇ આર.ડી. ચૌહાણની બદલી કરી દેવામાં આવી છે. શહેર પોલીસ કમિશનર દ્વારા શિક્ષાત્મક પગલાં લેતા આ કાર્યવાહી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

બાઇક ડિટેઇન કરાય તો અઠવાડિયું છુટતી નથી

એટલું જ નહીં આ મામલાની તપાસ આંચકીને એસીપી - એચ ડિવીઝનને સોંપવામાં આવી છે. તો બીજી તરફ મૃતકના પુત્રનું કહેવું છે કે, બાઇક ડિટેઇન કરાય તો અઠવાડિયું છુટતી નથી. મર્ડર કરનારની કાર 24 કલાકમાં છોડી દો છો !. અમને ન્યાય મળવો જોઇએ. આ ગુનામાં કડક કલમોનો ઉમેરો કરવો જોઇએ.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : કુખ્યાત કલ્પેશ કાછિયાનો વરઘોડો નીકળ્યો, ઘરે સર્ચ કરાયું

Tags :
Advertisement

.

×