VADODARA : હિટ એન્ટ રન : BMW ની અડફેટે વૃદ્ધનું મોત, 24 દિવસે બિલ્ડરનો પુત્ર ઝડપાયો
VADODARA : વડોદરા (VADODARA) માં 16 નવેમ્બરે ઠક્કર પરિવારના મોભી વહેલી સવારે દુકાન બહાર કચરો નાંખની નીકળ્યા હતા. દરમિયાન પુરપાટ ઝડપે આવતી BMW કારના ચાલકે વૃદ્ધને જોરદાર ટક્કર (BMW CAR HIT AND RUN - VADODARA) મારતા તેઓ 10 ફૂટ દુર ફંગોળાયા હતા. આ ઘટના બાદ ઇજાગ્રસ્તને મદદ કરવાની જગ્યાએ માલેતુજાર બિલ્ડરનો પુત્ર સ્થળ પરથી નાસી છુટ્યો હતો. સુત્રોના જણાવ્યા પ્રમાણે મામલામાં મોટા બિલ્ડરનો પુત્ર સંડોવાયેલા હોવાના કારણે તેની ધરપકડ 24 માં દિવસે થઇ (HIT AND RUN CASE, BUILDER SON, ARRESTED AFTER 24 DAYS - VADODARA) હતી. ત્યાર બાદ તેને ગણતરીના કલાકોમાં જ જામીન પણ થઇ ગયા હતા. હવે મૃતકનો પરિવાર આ મામલે ન્યાયની માંગણી કરી રહ્યો છે. આ મામલે આગળ શું થાય છે તે જોવું રહ્યું.
મૃતક કાંતિલાલ ઠક્કર
પોલીસે ત્વરિત કાર્યવાહી કરવાને બદલે ઢીલાશ વર્તી
કોઇ ચકચારી મામલે પલીસ ગણતરીના સમયમાં જ આરોપીને દબોચી લઇને તેની ધરપકડ બતાવતી હોય છે. ત્યારે વડોદરામાં લક્ઝૂરીયસ BMW કારની ટક્કરે વૃદ્ધના મૃત્યુ બાદ પોલીસે કાર્યવાહી કરવામાં ઢીલાશ વર્તી હોય તેવું મૃતકના પરિજનોનું કહેવું છે. સમગ્ર ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, 16, નવે.ના રોજ 73 વર્ષિય કાંતિલાલ ઠક્કર (રહે. પુરૂષોત્તમ નગર, વીઆઇપી રોડ, વડોદરા) વહેલી સવારે 5 - 30 કલાકના આરસામાં દુકાન બહાર કચરો નાંખવા માટે નીકળ્યા હતા. દરમિયાન બેફામ લક્ઝૂરીયસ BMW કાર લઇને હાંકનાર ચાલકે વૃદ્ધને અડફેટે લીધા હતા. ત્યાર બાદ તે સ્થળ પરથી નાસી છુટ્યો હતો. આ ઘટના બાદ પોલીસે ત્વરિત કાર્યવાહી કરવાને બદલે ઢીલાશ વર્તી હોય તેવું મૃતકના પરિજનોનું કહેવું છે.
ગણતરીના કલાકોમાં જ જામીન મળી ગયા
સુત્રોએ ઉમેર્યું કે, આ ઘટનામાં બેફામ કાર ચાલકની ઓળખ પિનાંક મુકેશ સોરઠિયા (ઉં. 25) (રહે. આશુતોષ સોસાયટી, કારેલીબાગ) તરીકે કરવામાં આવી હતી. આ ઘટનાના ચાલકને 24 દિવસ બાદ ઝડપી લેવામાં આવ્યો હતો. જે બાદ તેને ગણતરીના કલાકોમાં જ જામીન મળી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. જેને લઇને મૃતકનો પરિવાર હવે ન્યાયની આશા રાખી રહ્યો છે. તેમનું કહેવું છે કે, આરોપીને સજા કરો તો તેને ખબર પડે, કે આવી રીતે કાર ના ચલાવાય. અકસ્માત બાદ તે કદાચ સ્થળ પર ઉભો રહેત તો ઇજાગ્રસ્તનો જીવ બચાવી શકાયો હોત.
ઝડપી વાહન હાંકવાના શોખીન યમરાજ બનીને ફરી રહ્યા છે
સુત્રોએ વધુમાં ઉમેર્યું કે, લક્ઝૂરિયસ કારમાં ફરતો બિલ્ડલ પુત્ર પિનાંક સોરઠિયા ઝડપનો શોખીન છે. તેની સામે અગાઉ જોખમ ઉભુ થાય તેવી રીતે કાર ચલાવવાનો, પીયુસી ના હોવાના કારણોસર આશરે રૂ. 3,500 નો ટ્રાફિક દંડનો મેમો ફાટી ચુક્યો છે. જેના ચલણની ભરપાઇ તેણે વર્ષ 2022 માં કરી હતી. વડોદરામાં ઝડપી વાહન હાંકવાના શોખીન યમરાજ બનીને ફરી રહ્યા છે. આવા તત્વો પર લગામ કસવા માટે પોલીસે વધારે કમર કસવી પડશે, તે નક્કી છે.
આ પણ વાંચો -- Vadodara મ્યુનિસિપલ કોર્પોરેશનની અનોખી સ્કીમ, એક જ દિવસમાં પૈસા ડબલ !


