Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : બોર્ડની પરીક્ષા પહેલા બેઠક નંબર જોવા વિદ્યાર્થીઓ-વાલીઓ શાળાએ પહોંચ્યા

VADODARA : આવતી કાલ એટલે કે 11 માર્ચથી ગુજરાત માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક બોર્ડ (GSEB) દ્વારા ધો. 10 અને ધો. 12 ની બોર્ડની પરીક્ષા લેવામાં આવનાર છે. તે પહેલા જે શાળામાં વિદ્યાર્થીઓનો નંબર આવ્યો હોય ત્યાંની બેઠક વ્યવસ્થાની ભાળ મેળવવા...
vadodara   બોર્ડની પરીક્ષા પહેલા બેઠક નંબર જોવા વિદ્યાર્થીઓ વાલીઓ શાળાએ પહોંચ્યા
Advertisement

VADODARA : આવતી કાલ એટલે કે 11 માર્ચથી ગુજરાત માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક બોર્ડ (GSEB) દ્વારા ધો. 10 અને ધો. 12 ની બોર્ડની પરીક્ષા લેવામાં આવનાર છે. તે પહેલા જે શાળામાં વિદ્યાર્થીઓનો નંબર આવ્યો હોય ત્યાંની બેઠક વ્યવસ્થાની ભાળ મેળવવા આજે વાલીઓ શાળાએ પહોંચી રહ્યા છે. એક દિવસ અગાઉ રૂમ નંબરની જાણ હોવાથી પરીક્ષા ટાણે સમય અને દોડધામ બચાવી શકાય છે.

બેઠક વ્યવસ્થા જોવા માટે વિદ્યાર્થીઓ તથા તેમના માતા-પિતા આવ્યા

11, માર્ચથી ગુજરાત માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક બોર્ડ દ્વારા ધો. 10 અને ધો. 12 ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થશે. બોર્ડની પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓને અલગ અલગ શાળાઓમાં નંબર આવતા હોય છે. ત્યારે વડોદરાના (VADODARA) બગીખાનામાં આવેલી શાળામાં બેઠક વ્યવસ્થા જોવા માટે વિદ્યાર્થીઓ તથા તેમના માતા-પિતા આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

અગાઉથી જાણ હોય તો વિદ્યાર્થી સરળતાથી પોતાનું સ્થાન મેળવી શકે

બોર્ડની પરીક્ષા પહેલા શાળાના કયા બ્લોકમાં આવેલા કયા રૂમમાં વિદ્યાર્થીને નંબર ફાળવવામાં આવ્યો છે, તેની અગાઉથી જાણ હોય તો પરીક્ષા સમયે છેલ્લી ઘડીએ સમયનો વેડફાટ અને દોડધામ બચાવી શકાય છે. અને વિદ્યાર્થી અગાઉથી જાણ હોય તો તે સરળતાથી બેઠક વ્યવસ્થા શોધીને પોતાનું સ્થાન મેળવી શકે છે.

Advertisement

શાળાની બહાર જ મોટા અક્ષરે યાદી મુકી દેવામાં આવી

બેઠક વ્યવસ્થા જોવા આવેલા વાલી જણાવે છે કે, શાળા દ્વારા સારી વ્યવસ્થા કરવામાં આવી છે. શાળાની બહાર જ મોટા અક્ષરે વિદ્યાર્થીઓને ક્રમાંક અનુસાર ફાળવવામાં આવેલા ક્લાસરૂમ અને બ્લોકની યાદી મુકી દેવામાં આવી છે. જેને કારણે અમે સરળતાથી સમજી શક્યા છીએ.

વિદ્યાર્થીઓનું સ્વાગત કરવાની તૈયારી

આવતી કાલથી શરૂ થનારી બોર્ડની પરીક્ષા પહેલા શાળાઓમાં વિદ્યાર્થીઓ નિશ્ચિંત બની શાંતિપૂર્વક રીતે પેપર આપી શકે તે માટે તેમનુ સ્વાગત કરાય તેવી વ્યવસ્થાઓ હાલ કેટલીક જગ્યાએ જોવા મળી રહી છે. સાથે જ મોઢું મીઠુ કરાવીને વિદ્યાર્થીઓને પ્રવેશ કરાવવાની તૈયારીઓ શાળા સંચાલકોએ આરંભી છે.

આ પણ વાંચો -- NADABET ને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ 100 નવી બસની ભેટ, અમદાવાદને ચોથી વંદે ભારત ટ્રેન મળશે

Tags :
Advertisement

.

×