VADODARA : હોટલની આડમાં દેહવ્યાપારનો પર્દાફાશ, અડધો ડઝન મહિલાઓ મળી આવી
VADODARA : વડોદરા (VADODARA) ના વારસીયા વિસ્તારમાં હોટલની આડમાં દેહવ્યાપાર (BODY TRADE FOR MONEY) ના કૌભાંડનો પર્દાફાશ થયો છે. પોલીસે બાતમીના આધારે કરેલી કાર્યવાહીમાં ટુવાલ વિંટીને શખ્સે દરવાજો ખોલ્યો હતો. અને મહિલા કઢંગી હાલતમાં મળી આવી હતી. હોટલ મેનેજર તથા અન્ય દ્વારા મજબુર મહિલાઓ પાસેથી ખોટું કામ કરાવવામાં આવતું હોવાનું તપાસમાં ખુલ્યું છે. સમગ્ર મામલે વારસીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
શરીરે માત્ર ટુવાલ જ વિંટાળ્યો હતો
વારસીયા પોલીસ મથકના પીઆઇ અને પીએસઆઇને ખાનગી રાહે બાતમી મળી કે, હરણી વારસિયા રીંગ રોડ પર આવેલા શ્રી બાલાજી વિન્ડ ટાવર - બી માં આવેલા એચ કે વિલા નામની હોટલમાં કુટણખાનું ચાલે છે. જેના આધારે રેડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન હોટલના રૂમનો દરવાજો બંધ હતો. જેનો ડોરબેલ વગાડતા એક ઇસમે દરવાજો ખોલ્યો, તેના શરીરે માત્ર ટુવાલ જ વિંટાળ્યો હતો. તેણે પોતાનું નામ જીતેન્દ્રસિંગ મહેન્દ્રસિંગ ઝીયોન્ટ જણાવ્યું હતું. અંદર જોતા પલંગ પર પરપ્રાંતિય મહિલા કઢંગી હાલતમાં મળી આવી હતી.
ગ્રાહક દિઠ રૂ. 3 હજાર જેટલા વસુલીને ખોટું કામ કરાવવામાં આવતું
હોટલના અન્ય રૂમમાંથી સુરજસિંગ સુરજીતસિંગ કાંબોજ એક મહિલા સાથે મળી આવ્યા હતા. તેઓની પુછપરછ કરતા મીનેષ જગદીશભાઇ ઠક્કર અને મેનેજર રમેશ પટેલ દ્વારા આર્થિક ફાયદા માટે 6 પરપ્રાંતિય મહિલાઓે દેહ વ્યાપાર માટે લાવ્યા હોવાનું જણાવ્યું હતું. મજબુર મહિલાઓને રોકી રાખી ગ્રાહક દિઠ રૂ. 3 હજાર જેટલા વસુલીને ખોટું કામ કરાવવામાં આવતું હતું. તમામ મહિલાઓ અન્ય રાજ્યોની હોવાનું તેમણે કબુલ કર્યું હતું. અને કુટણખાનાની કમાઇ પર પોતાનું ગુજરાન ચલાવતી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. સમગ્ર મામલે વારસિયા પોલીસ મથકમાં ધી ઇમોરલ ટ્રાફીકીંગ (પ્રિવેન્શન) એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી છે.
ત્રણ વોન્ટેડ જાહેર
ઉપરોક્ત કાર્યવાહીમાં જીતેન્દ્રસિંગ મહેન્દ્રસિંગ ઝીયોન્ટ (ઉં. 52) (રહે. માણેજા, વડોદરા) અને સુરજસિંગ સુરજિતસિંગ કાંબોજ (ઉં. 24) (રહે. વાઘોડિયા-ડભોઇ રીંગ રોડ, વડોદરા) ની અટકાયત કરવામાં આવી છે. જ્યારે મીનેષ જગદીશભાઇ ઠક્કર, રોનક તથા હોટલ મેનેજર રમેશ પટેલને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. કાર્યવાહી દરમિયાન મોબાઇલ ફોન - 03 અને નિરોધ 09 કબ્જે કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો -- VADODARA : બિચ્છુ ગેંગ માથુ ઉંચકતી હોવાના સંકેતો, માતા-પુત્રીને મળી ધમકી


