Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : રોફ ઝાડી પૈસા પડાવતા નકલી પોલીસનો ખેલ ખતમ

VADODARA : અચાનક ફરિયાદીની ફેંટ પકડીને જણાવ્યું કે, અહિં કેમ તમે આવ્યા છો, શું ખોટા ધંધા કરો છો, તમને ફસાવી દઇશ
vadodara   રોફ ઝાડી પૈસા પડાવતા નકલી પોલીસનો ખેલ ખતમ
Advertisement

VADODARA : વડોદરાના મકરપુરા પોલીસ મથક વિસ્તારમાં રોફ ઝાડીને નકલી પોલીસ બનીને પૈસા પડાવતા બે ઇસમોનો પોલીસે દબોચી લીધા છે. બંનેએ નિર્દોષ વ્યક્તિની ફેંટ પકડીને શું ખોટા ધંધા કરો છો, તમને કેસમાં ફસાવી દેવામાં આવશે, તેમ કહીને બાનમાં લીધો હતો. ત્યાર બાદ તેની પાસેથી ઓનલાઇન રૂ. 20 હજાર પડાવી લેવામાં આવ્યા હતા. તે બાદ તેને લાફા ઠોકી દેવામાં આવ્યા હતા. આખરે મામલે પોલીસ ફરિયાદ નોંધાતા બંનેને દબોચી લેવામાં આવ્યા છે. અને બંને સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. (BOGUS POLICE EXTORT MONEY BY THREATENING - VADODARA)

કેસમાં ફસાવી દઇશ તેમ જણાવીને ખોટો ભય ઉભો કર્યો

16, માર્ચના રોજ અઢી વાગ્યે ફરિયાદી મિલિંદ ભૂપેન્દ્રભાઇ ગાંગુડે તેના મિત્ર દેવભાઇ સાથે બાઇક લઇને તરસાલી બ્રિજથી આજવા બ્રિજ તરફ જતા હાઇવે પર એક ઝૂંપડા પાસે ઉભા હતા. દરમિયાન પોલીસની ઓળખ આપીને વિજયસિંહ પ્રવિણસિંહ રાઠોડ અને મયંક માલી ત્યાં આવ્યા હતા. અને અચાનક ફરિયાદીની ફેંટ પકડીને જણાવ્યું કે, અહિં કેમ તમે આવ્યા છો, શું ખોટા ધંધા કરો છો, બાદમાં ફરિયાદીને ખોટા કેસમાં ફસાવી દઇશ તેમ જણાવીને ખોટો ભય ઉભો કર્યો હતો. બાદમાં બળજબરી પૂર્વક ફરિયાદી પાસેથી રૂ. 20 હજાર ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લેવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેના મિત્ર પાસેથી રૂ. 70 લઇ લેવામાં આવ્યા હતા.

Advertisement

ગુનામાં વપરાયેલા બાઇક તથા પૈસા જપ્ત કર્યા

પૈસા લીધા બાદ નકલી પોલીસ બનીને આવેલા ગઠિયાઓએ બંને પર લાફાવાળી કરી હતી. અને ત્યાર બાદ ત્યાંથી જતા રહ્યા હતા. આ ઘટનામાં 27, માર્ચના રોજ મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે બાદ પોલીસે ગણતરીના સમયમાં જ આરોપી વિજયસિંહ પ્રવિણસિંહ રાઠોડ (રહે. મકરપુરા, વડોદરા) અને મયંક માલી (રહે. મકરપુરા સર્વન્ટ ક્વાટર્સ, વડોદરા) ની ધરપકડ કરી હતી. અને તેમની પાસેથી ગુનામાં વપરાયેલા બાઇક તથા પૈસા જપ્ત કર્યા હતા. જે તમામની કુલ કિંમત રૂ. 1.28 લાખ આંકવામાં આવી છે.

Advertisement

એક આરોપી સામે ચાર ગુના નોંધાયેલા છે

આ ઘટનામાં આરોપી વિજયસિંહ સામે અગાઉ મહિસાગર જિલ્લાના ખાનપુરા પોલીસ સ્ટેશન - 1, માંજલપુર પોલીસ સ્ટેશન - 2 અને મકરપુરા પોલીસ સ્ટેશન - 1 ગુનો મળીને ચાર ગુના નોંધાયા છે. પોલીસ દ્વારા જણાવાયું છે કે, કોઇ પણ વ્યક્તિ પોલીસની ઓખળ આપીને પૈસા અથવા કિંમતી વસ્તુ પડાવે તો તુરંત પોલીસ મથક અથવા તો 100 નંબર પર ફોન કરવો.

આ પણ વાંચો --- VADODARA : શ્રી કુબેર ભંડારી મંદિરના ટ્રસ્ટીઓ વચ્ચે આંતરિક ડખા

Tags :
Advertisement

.

×