Vadodara Bridge Accident Impact : ગળતેશ્વરનો સેવાલિયા-મહીસાગર અને દ્વારકાનો કેનેડી બ્રિજ કરાયા બંધ
- Gambhira Bridge accident બાદ રાજ્ય સરકારે લીધા સાવચેતી માટેના નિર્ણયો
- ખેડાના ગળતેશ્વર તાલુકાનો સેવાલિયા-મહીસાગર બ્રિજ કરાયો બંધ
- દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાના કેનેડી બ્રિજને પણ અવરજવર માટે બંધ કરાયો
Vadodara Bridge Accident Impact : 9મી જુલાઈએ વડોદરાના પાદરામાં ગંભીરા બ્રિજ અકસ્માત (Gambhira Bridge accident) થી માત્ર ગુજરાત જ નહિ પરંતુ સમગ્ર ભારત સ્તબ્ધ થઈ ગયું હતું. આ ચકચારી દુર્ઘટના બાદ રાજ્ય સરકાર સફાળી જાગી છે. સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં જર્જરિત અવસ્થામાં હોય તેવા બ્રિજને ઉપયોગમાં લેવાતા બંધ કરવાની શરુઆત કરી છે. આજે તંત્ર દ્વારા ખેડાના ગળતેશ્વર તાલુકાનો સાવલિયા-મહીસાગર અને દ્વારકાના ખંભાળિયા ખાતે આવેલ જર્જરિત બ્રિજ બંધ કરાયા છે.
સેવાલિયા-મહીસાગર બ્રિજ કરાયો બંધ
વડોદરામાં થયેલ ગંભીરા બ્રિજ અકસ્માત બાદ રાજ્ય સરકારે સમગ્ર રાજ્યમાં જર્જરિત અવસ્થામાં હોય તેવા બ્રિજને ઉપયોગમાં લેવાતા બંધ કરવાની શરુઆત કરી છે. આજે તંત્ર દ્વારા ખેડાના ગળતેશ્વર તાલુકાનો સેવાલિયા-મહીસાગર બ્રિજ (Sevalia-Mahisagar Bridge) ને બંધ કરી દેવાયો છે. સેવાલિયા જૂની ચેકપોસ્ટ પાસે આવેલો મહીસાગર નદી ઉપરનો વર્ષો જૂનો બ્રિજ જર્જરિત અવસ્થામાં હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે 7 મહિના પહેલા જ લાખોના ખર્ચે સમારકામ કરવામાં આવ્યું હતું. જો કે આ બ્રિજ બંધ કરાતા હવે મુસાફરો અને વાહનચાલકોને 15 કિલોમીટરનો મોટો આંટો ખાવાનો વારો આવ્યો છે. સેવાલિયા-મહીસાગર બ્રિજ બંધ થવાથી હવે ગોધરા તરફ માર્ગ વાહનવ્યવહાર મહારાજના મુવાડા ચેકપોસ્ટ રુટ પરથી કરવામાં આવશે. આ બ્રિજ બંધ કરવા ઉપરાંત સમગ્ર ખેડા જિલ્લામાં આવેલ જૂના અને જર્જરિત બ્રિજની તપાસ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ Banaskantha : ધાનેરા નગર પાલિકાના જર્જરિત મકાનમાં કર્મચારીઓ અને અરજદારો પર તોળાતો ખતરો
ખંભાળિયાનો જર્જરિત કેનેડી બ્રિજ કરાયો બંધ
ગંભીરા બ્રિજ અકસ્માત બાદ રાજ્ય સરકાર દ્વારા સાવચેતીના પગલા ભરવામાં આવી રહ્યા છે. સાવચેતીના ભાગ રુપે સમગ્ર રાજ્યમાં જૂના અને અત્યંત જર્જરિત થઈ ગયેલા બ્રિજને ઉપયોગમાં લેવાના બંધ કરવામાં આવી રહ્યા છે. આજે ખેડાના ગળતેશ્વર તાલુકાના સેવાલિયા-મહીસાગર બ્રિજને બંધ કર્યા બાદ હવે દેવભૂમિ દ્વારકાનો કેનેડી બ્રિજ (Kennedy Bridge) બંધ કરવામાં આવ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે આવેલ જર્જરિત કેનેડી બ્રિજ જનતાના ઉપયોગ માટે સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો છે. જો કે આ બ્રિજ 2 વર્ષ અગાઉથી બંધ હોવા છતાં સ્થાનિકો જીવના જોખમે આ બ્રિજને પાર કરતા હતા. તેથી આજે તંત્ર એ એક્શન મોડમાં આવી બ્રિજ પરની સંપૂર્ણ અવરજવર બંધ કરી દીધી છે.
આ પણ વાંચોઃ Gujarat Monsoon: સરદાર સરોવર સહિત રાજ્યના કુલ 207 જળાશયોમાં જાણો કેટલા ટકા જળ સંગ્રહ થયુ


