Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : બુલેટમાં સંતાઇ રહેલા સાપના બચ્ચાનું રેસ્ક્યૂ

VADODARA : વડોદરા (VADODARA) માં ચોમાસાની રૂતુમાં ખાસ કરીને જળચર જીવો વધુ પ્રમાણમાં બહાર નિકળવાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે ગતરાત્રે 10 વાગ્યે પ્રતાપ ટોકીઝ સામેના પાર્કિંગમાં મુકેલા બુલેટમાં સાપનું બચ્ચુ સંતાયું હોવાની માલિકને જાણ થઇ હતી. ત્યાર બાદ...
vadodara   બુલેટમાં સંતાઇ રહેલા સાપના બચ્ચાનું રેસ્ક્યૂ
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) માં ચોમાસાની રૂતુમાં ખાસ કરીને જળચર જીવો વધુ પ્રમાણમાં બહાર નિકળવાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે ગતરાત્રે 10 વાગ્યે પ્રતાપ ટોકીઝ સામેના પાર્કિંગમાં મુકેલા બુલેટમાં સાપનું બચ્ચુ સંતાયું હોવાની માલિકને જાણ થઇ હતી. ત્યાર બાદ તેને રેસ્ક્યૂ કરવા માટે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટના વોલંટીયર્સનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યૂ હાથ ધર્યું હતું. સાપનું બચ્ચું ચેકર્ડ કિલ બેક, પાણીનો સાપ હોવાનું જાણવા મળ્યું હતું.

Advertisement

પાર્કિંગમાં મુકેલા બુલેટમાં સાપના બચ્ચાની હાજરી જોવા મળી

વડોદરાની મધ્યમાંથી વિશ્વામિત્રી નદી વહી રહી છે. વિશ્વામિત્રી નદીમાં ઘણાબધા જળચર અને વન્યજીવો વસવાટ કરે છે. જે ચોમાસાની રુતુમાં માનવ વસવાટ વચ્ચે નિકળવાની ઘટના સામે આવતી રહે છે. હાલ ચોમાસુ ચાલી રહ્યું છે, ત્યારે અત્યાર સુધી આ પ્રકારની અસંખ્યા ઘટનાઓ સામે આવી ચુકી છે. ત્યારે ગતરોજ શહેરના સિટી વિસ્તારમાં આવેલા પ્રતાપ ટોકીઝની સામે આવેલા પાર્કિંગમાં મુકેલા બુલેટમાં સાપના બચ્ચાની હાજરી જોવા મળી હતી. બચ્ચુ બુલેટના સ્પેરપાર્ટ વચ્ચે આરામથી સંતાઇ શકે તેમ હતું.

Advertisement

રેસ્ક્યૂ કરાયેલો ચેકર્ડ કિલ બેક સાપ હતો

બાદમાં સાપના બચ્ચાને રેસ્ક્યૂ કરવા માટે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટના વોલંટીયર્સનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ વોલંટીયર્સે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને રેક્સ્યૂ કાર્ય શરૂ કર્યું હતું. જો કે, સાપના બચ્ચાને બુલેટમાંથી બહાર કાઢવું સહેલું ન્હતું. એક કલાકની મહેનત બાદ સાપનું બચ્ચુ રેસ્ક્યૂ કરવામાં સફળતા મળી હતી. રેસ્ક્યૂ કરાયેલો ચેકર્ડ કિલ બેક એટલે કે મીઠા પાણીનો સાપ કહેવાય છે. અને તે એક બિનઝેરી સાપ છે. સાપના બચ્ચાને રેસ્ક્યૂ કરવામાં આવતા બુલેટ ચાલકે રાહતનો શ્વાસ લીધો હતો.

આ પણ વાંચો -- VADODARA : કોંગ્રેસની જનઆક્રોશ રેલી સામે લોકોનો વિરોધ

Tags :
Advertisement

.

×