VADODARA : સમામાં BZ ગ્રૂપની ઓફીસને તાળા, મોટી સંખ્યામાં લોકો છેતરાયાની આશંકા
VADODARA : અરવલ્લીનાં BZ ગ્રૂપ (BZ GROUP Scam) પર CID એ તવાઈ બોલાવી છે. આરોપ પ્રમાણે રૂપિયા 6 હજાર કરોડનું રાજ્યનું સૌથી મોટું કૌભાંડ કરનાર BZ ગ્રૂપનાં એજન્ટોની વિવિધ ઓફિસો પર CID ની ટીમો દ્વારા એક સાથે દરોડા પાડવામાં આવ્યા હતા. જો કે, આ દરમિયાન એજન્ટો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. તો બીજી તરફ BZ ગ્રૂપના CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા (Bhupendrasinh Jhala) પણ પોલીસ પકડથી હાલ દૂર છે. ત્યારે આ ગ્રૂપની વડોરાના સમા સ્થિત ઓફીસે આજે ખંભાતી તાળા જોવા મળી રહ્યા છે. આ ઓફીસનું સંચાલન હિંમતનગરના શખ્સ દ્વારા કરવામાં આવતું હોવાની વિગતો સપાટી પર આવી રહી છે.
ગતરોજ સુધી આ ઓફીસ ધમધમતી હતી
રૂપિયા 6 હજાર કરોડનું રાજ્યનું સૌથી મોટું કૌભાંડ કરનાર BZ ગ્રૂપનાં એજન્ટોની વિવિધ ઓફિસો પર CID ની ટીમો દ્વારા એક સાથે દરોડા પાડવામાં આવ્યા હતા. જે બાદ ગ્રૂપ દ્વારા આચરવામાં આવેલું કૌભાંડ સપાટી પર આવવા પામ્યું છે. આ ગ્રૂપની વડોદરાના સમા સ્થિત લોટસ ઓરા કોમ્પલેક્ષમાં ઓફીસ આવેલી છે. પ્રાથમિક સુત્રોના જણાવ્યા અનુસાર, ગતરોજ સુધી આ ઓફીસ ધમધમતી હતી. પરંતુ આજ સવારથી જ ઓફીસે ખંભાતી તાળા લટકી રહ્યા છે. આ ઓફીસનું સંચાલન હિંમતનગરના શત્રુધ્નસિંહ દ્વારા કરવામાં આવતું હોવાનું જાણવા મળી રહ્યું છે.
સમય વિતતો જાય છે તેમ તેમ કૌભાંડ પરથી વધુ પરદો ઉંચકાતો જાય છે
BZ ગ્રૂપમાં વડોદરાના અસંખ્ય લોકોએ રોકાણ કર્યું હોવાનું હાલ તબક્કે જાણવા મળી રહ્યું છે. જો કે, આ ઓફીસની આજુબાજુના લોકો કૌભાંડની વાતથી અજાણ હોવાનું જણાવી રહ્યા છે. જેમ જેમ સમય વિતતો જાય છે તેમ તેમ કૌભાંડ પરથી વધુ પરદો ઉંચકાતો જાય છે. આવનાર સમયમાં વડોદરામાંથી પણ ગ્રૂપ દ્વારા આચરવામાં આવેલી ઠગાઇનો ઉંચો આંક સામે આવો તો નવાઇ નહીં.
આ પણ વાંચો -- BZ GROUP Expose: કરોડોનો ચૂનો લગાવનારો BZ ગ્રુપનો માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલા ફરારઃ સૂત્રો


