VADODARA : પૂર્વ કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુરના કોંગ્રેસ પર તીખા પ્રહાર
VADODARA : વન નેશન વન ઇલેક્શન (ONE NATION ONE ELECTION) ના મુદ્દે આયોજિત ચર્ચાસત્રમાં ભાગ લેવા માટે પૂર્વ કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુર આજે ગુજરાતના પ્રવાસે છે. પ્રવાસની શરૂઆતમાં તેઓ વડોદરા આવી પહોંચ્યા છે. તેમણે વાઘોડિયાની ખાનગી યુનિ.માં આયોજિત કાર્યક્રમ પહેલા મીડિયા સાથેની વાતમાં કોંગ્રેસ પર તીખા પ્રહાર કર્યા હતા. તેમણે નામ લીધા વગર રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા હતા. અને જણાવ્યું કે, તેમના નેતા સંસદમાં નથી આવતા, ચર્ચા નથી કરતા, માત્ર સંસદ બહાર રહીને ખોટા આરોપ જ મુકે છે. (Anurag Thakur’s Sharp Attack in Vadodara, Targets Rahul Gandhi)
Anurag Thakur’s Sharp Attack in Vadodara, Targets Rahul Gandhi : વડોદરામાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરના તીખા પ્રહાર | Gujarat First
નામ લીધા વિના જ રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન
"તેમના નેતા સંસદમાં નથી આવતા, ચર્ચા નથી કરતા"
"માત્ર સંસદ બહાર રહીને ખોટા આરોપ જ મુકે છે"
ખોટા… pic.twitter.com/ZpCnqMf2m1— Gujarat First (@GujaratFirst) March 29, 2025
કોંગ્રેસ પર બરાબરના વરસ્યા
દેશભરમાં વન નેશન અને વન ઇલેક્શને લઇને લોકો સુધી માહિતી પહોંચાડવા માટે સરકાર દ્વારા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેના પ્રયાસોના ભાગરૂપે આજે કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુર વડોદરા આવી પહોંચ્યા છે. આજે વાઘોડિયા સ્થિત ખાનગી યુનિ.માં આયોજિત કાર્યક્રમમાં તેઓ હાજર રહ્યા હતા. આ તકે વન નેશન વન ઇલેક્શન અંગે વિગતવાર માહિતી આપવાની સાથે તેઓ કોંગ્રેસ પર બરાબરના વરસ્યા હતા.
કોંગ્રેસને ખરેખર આત્મમંથનની ખૂબ જરૂર છે
અનુસાગ ઠાકુરે રાહુલ ગાંધીનું નામ લીધા વગર શાબ્દિક ચાબખા માર્યા હતા. તેમણે કહ્યું કે, તેમના નેતા સંસદમાં નથી આવતા, ચર્ચા નથી કરતા, માત્ર સંસદ બહાર રહીને ખોટા આરોપો મુકે છે. ખોટા આરોપો મુકવાથી કંઇ નહીં થાય. આ સાથે મીડિયા દ્વારા અનુરાગ ઠાકુરને ગુજરાતમાં યોજાનાર કોંગ્રેસના અધિવેશનને લઇને પણ સવાલો પુછવામાં આવ્યા હતા. તેના અનુસંધાને અનુરાગ ઠાકુરે જણાવ્યું કે, કોંગ્રેસ અધિવેશન કરે છે પણ શું આત્મચિંતન કરશે ?, કોંગ્રેસને ખરેખર આત્મમંથનની ખૂબ જરૂર છે.
આણંદ અને નડિયાદમાં આયોજિત કાર્યક્રમોમાં હાજરી આપશે
અત્રે ઉલ્લેખનીય છે કે, વન નેશન વન ઇલેક્શનને લઇને બૌદ્ધિક પિરસવા માટે કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુર આજે ગુજરાતમાં છે. તેઓ વડોદરા બાદ આણંદ અને નડિયાદમાં આયોજિત અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપનાર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
આ પણ વાંચો --- VADODARA : ચક્ષુ દિવ્યાંગજનોની લારી ઉઠાવી લેવાતા ભૂખ્યા રહેવાનો વારો આવ્યો


