Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવાના સંકેત

VADODARA : અમારી પાર્ટી મોટી નથી. પરંતુ કાર્યકર્તાઓ અમારી સાથે છે. તો કેટલીક સીટો પર ભાજપ જોડે મળીને લડી શકાય તેમ થાય તેવી વાત મુકીશું
vadodara   રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવાના સંકેત
Advertisement

VADODARA : અનેક રાજ્યોમાં પોતાનું સંગઠન ધરાવતી કેન્દ્રિય મંત્રી રામદાસ આઠવલે (Minister of State for Social Justice and Empowerment. - Ramdas Athawale) ની રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાયા, આગામી સમયમાં ગુજરાતમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં (Gujarat Election - 2025) પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારે તેવા સંકેતો સામે આવ્યા છે. આજે રામદાસ આઠવલે વડોદરાની મુલાકાતે છે. દરમિયાન તેમણે પ્રેસવાર્તામાં રાજ્યના કેટલાક શહેરોમાં પોતાનું સંગઠન સારૂ છે, ત્યાં ઉમેદવારો ઉતારવાના સંકેતો આપ્યા છે. જે શહેરોમાં ઉમેદવારો ઉતરશે, તેમાં વડોદરાની પણ ગણતરી કરવામાં આવી છે.

નવસારી, વડોદરા અને અમદાવાદ જેવા કેટલાક શહેરોમાં અમારી પાર્ટી કાર્યો કરી રહી છે

રાજકીય પાર્ટી રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના સુપ્રીમો રામદાસ આઠવલે કેન્દ્ર સરકારમાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી છે. તેઓ આજે વડોદરાની મુલાકાતે આવ્યા છે. દરમિયાન તેમને ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવા અંગે પુછવામાં આવ્યું હતું. જેના જવાબમાં તેમણે કહ્યું કે, અમે કેટલીક જગ્યાઓ પર ચૂંટણી લડવાનું વિચારી રહ્યા છીએ. નવસારી, વડોદરા અને અમદાવાદ જેવા કેટલાક શહેરોમાં અમારી પાર્ટી કાર્યો કરી રહી છે. અમારી પાર્ટી મોટી નથી. પરંતુ કાર્યકર્તાઓ અમારી સાથે છે. તો કેટલીક સીટો પર ભાજપ જોડે મળીને લડી શકાય તેમ થાય તેવી વાત મુકીશું. ભાજપ જોડે જોડાણ થાય તો સારૂ રહેશે. બધી બેઠકો પર અમે ચૂંટણી નથી લડવાના, કેટલીક સીટો પર જ લડીશું. અને બાકીની સીટો પર સમર્થન કરીશું.

Advertisement

હુમલાખોરે રૂ. 1 કરોડ માંગ્યા હતા

રામદાસ આઠવલેએ સૈફ અલી ખાન પર થયેલા હુમલા અંગે મીડિયાને જણાવ્યું કે, સૈફ અને તેનો પરિવાર મુંબઇના બાંદ્રામાં રહે છે. તેમના પર ચાકુ વડે હુમલો કરવામાં આવ્યો છે. તેમાં માહિતી એવી છે કે, હુમલાખોરે રૂ. 1 કરોડ માંગ્યા હતા. હુમલાખોરને લાગ્યું કે પૈસા મળવાના નથી. એટલે તેણે સૈફ અલી ખાન પર હુમલો કરી દીધો હતો. હું તેમને લીલાવતી હોસ્પિટલમાં જઇને મળીને આવ્યો છું. તેઓની તબિયત હવે સુધારા પર છે. આ હુમલાની અમે નીંદા કરીએ છીએ.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : દારૂના પૈસે દવા, લીકર પરમિટની આવકનો યોગ્ય ખર્ચ

Tags :
Advertisement

.

×