Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ભવિષ્યલક્ષી આયોજન માટે 25 વર્ષના વરસાદ-પૂરના ડેટા એકત્ર કરાયા

VADODARA : વિતેલા બે મહિનામાં વડોદરાવાસીઓએ (VADODARA) ત્રણ વખત માનવસર્જિત પૂરનો (FLOOD - 2024) સામનો કર્યો છે. હવે વડોદરાવાસીઓ તે દિવસો ફરી જીવનમાં ક્યારે ના પાછા આવે તેવી માંગ કરી રહ્યા છે. જેને ફળીભૂત કરવા માટે સેન્ટ્રલ વોટર કમિશનની (CENTRAL...
vadodara   ભવિષ્યલક્ષી આયોજન માટે 25 વર્ષના વરસાદ પૂરના ડેટા એકત્ર કરાયા
Advertisement

VADODARA : વિતેલા બે મહિનામાં વડોદરાવાસીઓએ (VADODARA) ત્રણ વખત માનવસર્જિત પૂરનો (FLOOD - 2024) સામનો કર્યો છે. હવે વડોદરાવાસીઓ તે દિવસો ફરી જીવનમાં ક્યારે ના પાછા આવે તેવી માંગ કરી રહ્યા છે. જેને ફળીભૂત કરવા માટે સેન્ટ્રલ વોટર કમિશનની (CENTRAL WATER COMMISSION) ટીમો છેલ્લા કેટલાય દિવસથી વડોદરામાં છે. આ ટીમ દ્વારા વિતેલા 25 વર્ષમાં વરસાદ અને પૂરના ડેટા એકત્ર કર્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. આ ડેટાના ઉપયોગના આધારે શહેરને પૂરમાંથી બચાવવા માટેનું ભવિષ્યલક્ષી આયોજન કરવામાં આવનાર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

હરીપુરા, વડદલા, ધનેરાના જળાશયોની માહિતી મેળવવામાં આવી

તાજેતરમાં વડોદરાવાસીઓએ ત્રણ ત્રણ વખત પૂરની પરિસ્થિતીનો સામનો કર્યો છે. ઐતિહાસિક માનવસર્જિત પૂરની પરિસ્થિતીએ લોકોનું જીવન ભારે અસ્ત વ્યસ્ત કરી નાંખ્યું છે. અને તેમાંથી બહાર નિકળવા માટે લોકો માંડ સફળ થયા છે. ત્યારે વડોદરામાં ફરી પૂરની પરિસ્થિતી ના આવે, અને ભવિષ્યમાં પૂર ટાળી શકાય તેવા ઉદ્દેશ્યને પાર પાડવા માટે સેન્ટ્રલ વોટર કમિશનના નિષ્ણાંત એન્જિનીયરોની ટીમ વડોદરાની મુલાકાતે આવી છે. આ ટીમ દ્વારા શહેરના આજવા અને પ્રતાપપુરા સરોવર અને વિશ્વામિત્રી નદીની મુલાકાત લેવામાં આવી હતી. સાથે જ અન્ય મહત્વના હરીપુરા, વડદલા, ધનેરાના જળાશયોની માહિતી મેળવવામાં આવી હતી.

Advertisement

સુચિત વિશ્વામિત્રી પ્રોજેક્ટ સહિતના મહત્વના મુદ્દે ચર્ચા-વિચારણા

સુત્રોના જણાવ્યા અનુસાર, જળાશયોની માહિતી મેળવવાની સાથે ટીમ દ્વારા વિતેલા 25 વર્ષમાં શહેરમાં પડેલા વરસાદ અને પૂરની પરિસ્થિતી અંગેના ડેટા એકત્ર કરવામાં આવ્યા છે. આ તેમના વરસાદ અને પૂરની પેટર્ન સમજવા માટે મદદરૂપ થશે તેવું અનુમાન છે. આ ટીમ દ્વારા તમામ માહિતી એકત્ર કર્યા બાદ ભારત સરકારના પૂર્વ સચિવ નવલાવાલાની અદ્યક્ષતામાં મિટીંગ પણ યોજી હતી. આ મિટીંગમાં રાજ્ય સરકાર દ્વારા સુચિત વિશ્વામિત્રી પ્રોજેક્ટ સહિતના મહત્વના મુદ્દે ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી. આ ટીમ દ્વારા સુચિત પગલાંઓ શહેરને ભવિષ્યના પૂરમાંથી બચાવશે, તેવો મત સત્તાધીશો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : "ખોદે કોઇ, ભોગવે કોઇ" : ગેસ વિભાગના ખોદકામને લઇને પાણીની મોકાણ સર્જાઇ

Tags :
Advertisement

.

×