Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : કરોડોના ખર્ચે બનેલા છાણી બ્રિજનો મેકઅપ ઉતર્યો

VADODARA : સ્માર્ટ સિટી વડોદરા (VADODARA) માં વિકાસની ગુલબાંગોના દાવાઓ પર વરસાદે પાણી ફેરવી નાખ્યું છે. લાખો-કરોડો રૂપિયાના ખર્ચે વિકાસના કામો કર્યા પછી પણ અધિકારીઓ કોન્ટ્રાકટર સાથેની મિલીભગતથી થયેલી પોલંપોલ ખુલ્લી પડતી હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો હતો. અમદાવાદથી...
vadodara   કરોડોના ખર્ચે બનેલા છાણી બ્રિજનો મેકઅપ ઉતર્યો
Advertisement

VADODARA : સ્માર્ટ સિટી વડોદરા (VADODARA) માં વિકાસની ગુલબાંગોના દાવાઓ પર વરસાદે પાણી ફેરવી નાખ્યું છે. લાખો-કરોડો રૂપિયાના ખર્ચે વિકાસના કામો કર્યા પછી પણ અધિકારીઓ કોન્ટ્રાકટર સાથેની મિલીભગતથી થયેલી પોલંપોલ ખુલ્લી પડતી હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો હતો. અમદાવાદથી વડોદરામાં પ્રવેશતા સમયે આવતા છાણી બ્રિજ પર રસ્તાનું ધોવાણ થતા સળિયા દેખાવા માંડયા છે.

દાવાઓ મેઘરાજાએ ધમરોળ્યા

કાગળ પર કહેવાતી સ્માર્ટ સિટી વડોદરામાં તંત્રના પાપે નગરજનો હાલાકી વેઠવા મજબૂર બન્યા છે. વિકાસના નામેમાત્ર ખોટી નામના અને પ્રસન્નતા કેળવતા શાસકો લાખો-કરોડો રૂપિયાની વિકાસના કામો કર્યા હોવાના દાવાઓ કરતા હોય છે. પરંતુ છેવટે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ આ તમામ વાતો મેઘરાજાએ ધમરોળી નાંખી છે.

Advertisement

કેટલીક જગ્યાએ થીંગણા દેખાયા

વડોદરા શહેરને અમદાવાદથી વડોદરા સુધી જોડતા મુખ્ય માર્ગ એટલે કે છાણી ઓવરબ્રિજની હાલત કફોડી બની છે. અને અત્યાર સુધીના વરસાદમાં જ બ્રિજનો મેકઅપ ઉતર્યો હોય તેવું લાગી રહ્યું છે. આ બ્રિજ પરથી દરરોજ હજારોની સંખ્યામાં અનેક વાહન ચાલકો પસાર થતા હોય છે. છાણી બ્રિજ ઉપર હાલની પરિસ્થિતિમાં વરસાદના કારણે રોડ ઉપર ગાબડા પડ્યા હતા. કેટલીક જગ્યાઓ પર માત્ર ડામર પાથરી થીંગણા મારવામાં આવ્યા છે. તો ઘણી જગ્યાઓ પર આરસીસી રોડનું ધોવાણ થતા ગાબડા પડી ગયા છે. જ્યારે કેટલીક જગ્યાઓ ઉપર તો હવે સળિયા દેખાવા માંડ્યા છે. જેના કારણે આગામી સમયમાં જો કોઈ જાનહાનિ થશે, દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ તેવા સવાલો પણ ઉઠવા પામ્યા છે.

Advertisement

અગાઉ પણ અનેક ઘટનાઓ સામે આવી

આ બ્રિજ પરથી રોજ હજારોની સંખ્યામાં વાહનોની અવર-જવર થાય છે. ત્યારે આ બ્રિજ પરના ખાડા તંત્રની પોલ ખોલી રહ્યા છે. અગાઉ શહેરના અનેક બ્રિજની સરફેસ પર આ પ્રકારે ખાડા પડ્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ પ્રકારની સમયાંતરે સામે આવતી ઘટનાઓ રોકવા માટે તંત્ર શું પગલા લે છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો -- ACB એ અમદાવાદમાંથી 20 લાખની લાંચ લેતાં આસિ. TDO સહિત બેને ઝડપ્યા

Tags :
Advertisement

.

×