VADODARA : રૂ. 67 કરોડના ખર્ચે બ્યુટીફીકેશન કરાયેલા તળાવમાં ગટરના પાણીનો નિકાલ
VADODARA : વડોદરા (VADODARA) શહેરના છાણી વિસ્તારમાં આવેલા તળાવનું રૂ. 67 કરોડના ખર્ચે બ્યુટીફીકેશન કરવામાં આવ્યું છે. આ તળાવને આકર્ષક બનાવવાના કાર્યને પૂર્ણ થતા 6 વર્ષ વિતી ગયા છે. ત્યારે હવે આ તળાવમાં ગ્રામ્ય વિસ્તારના ગટરના પાણીનો (CHANNI POND, POLLUTION, VADODARA) નિકાલ કરવામાં આવતા હવે લોકો રોષે ભરાયા છે. સવાર-સવારમાં આરોગ્યપ્રદ કસરતો કરવા માટે આવતા લોકોને અનિચ્છનીય વાતાવરણનો સામનો કરવો પડી રહ્યો છે.
તળાવી હાલત દિવસેને દિવસે બદતર બનતી જાય છે
વડોદરા ગ્રામ્યના સોખના રોડ પરથી પસાર થતી ડ્રેનેજ લાઇન ઓછી ક્ષમતા ધરાવતી હોવાના કારણે તંત્ર દ્વારા કામચલાઉ ધોરણે પાણીના નિકાલને ઉપાય છાણી તળાવમાં કરવામાં આવી રહ્યો છે. ડ્રેનેજની લાઇનનું જોડાણ વરસાદી ગટરમાં આપવાની ચાલાકી વાપરતા આ પાણી સીધુ જ છાણી તળાવમાં ઠલવાય છે. જેને કારણે હવે કરોડો રૂપિયાના ખર્ચે બ્યુટીફીકેશન થયેલા તળાવી હાલત દિવસેને દિવસે બદતર બનતી જાય છે. અને બાગમાં આવતા લોકો માટે અહિંયાનું વાતાવરણ અસહ્ય બની રહ્યું છે.
બ્યુટીફીકેશન પર ખર્ચેલા કરોડો રૂપિયા પર ડ્રેનેજના પાણી ફરી વળ્યા
પાલિકાના એન્જિનીયરે પોતાની બેવકુફી દર્શાવતા લીધેલા નિર્ણયના કારણે આજે લોકો ભોગવી રહ્યા છે. એટલું જ નહીં પણ બ્યુટીફીકેશન પર ખર્ચેલા કરોડો રૂપિયા પર ડ્રેનેજના પાણી ફરી વળ્યા હોય તેવો સ્થાનિકો અનુભવી રહ્યા છે. આ સમસ્યા દિવસેને દિવસે અસહ્ય બનતા હવે લોકો તેનો ઉકેલ માંગી રહ્યા છે.
આ કામને પાલિકાના બજેટમાં સમાવવાની દિશામાં કામગીરી આગળ વધી
સ્થાનિક કોંગ્રેસના કોર્પોરેટરનું કહેવું છે કે, નવી ગટર લાઇન નાંખવા માટે આશરે રૂ. 60 લાખ જેટલો ખર્ચ લાગી શકે તેમ છે. આ અંગે અમે અગાઉ અનેક વખત પાલિકામાં રજુઆત કરી છે. હાલની સ્થિતી પ્રમાણે પાલિકા નવી ડ્રેનેજ લાઇન નાંખવા તૈયાર થયું છે. હવે આ કામને પાલિકાના બજેટમાં સમાવવાની દિશામાં કામગીરી આગળ વધી રહી છે.
આ પણ વાંચો -- VADODARA : ડ્રેનેજનું ઢાંકણું ખોલતા નવજાતનો સડેલો મૃતદેહ મળ્યો


