VADODARA : છાણીમાં રાત્રે દિવાલ ઘસી પડી, 40 પરિવારોએ ઘર છોડવા પડ્યા
VADODARA : વડોદરાના છાણી વિસ્તારમાં આવેલી કેનાલ નજીક નવી બંધાતી સાઇટના વસંત તારા સ્કાયના ખોદકામ દરમિયાન બાજુના ફ્લેટની કોમન દિવાલ અને પેસેજનો કેટલોક ભાગ ઘસી પડ્યો હોવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે સલામતીના ભાગરૂપે સત્વ પ્રાઇમ એપાર્ટમેન્ટમાં રહેતા 40 જેટલા પરિવારોએ પોતાના ઘર ખાલી કરી દેવા પડ્યા છે. ઘટનાની જાણ થતા જ પોલીસ, ફાયર અને પાલિકાની ટીમો સ્થળ પર પહોંચીને જરૂરી કાર્યવાહી હાથ ખદી છે. આ ઘટનામાં નવી નિર્માણાધીન સાઇટના સંચાલકો પર કડક હાથે કાર્યવાહી કરવાની લોકમાંગ ઉઠા પામી છે. (NEWLY CONSTRUCTION SITE WALL FALL ANOTHER FLAT PEOPLE FEARED - CHHANI, VADODARA)
રહીશોના જીવ તાળવે ચોંટ્યા
સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, છાણી જકાતનાકા કેનાલ નજીક સત્વ પ્રાઇમ એપાર્ટમેન્ટ આવેલું છે. તેની બાજુમાં વસંત તારા સ્કાય નામની સાઇટ આકાર લઇ રહી છે. હાલ તેના પાયાનું ખોદકામ ચાલી રહ્યું છે. આ વચ્ચે ગતરોત અચાનક વસંત તારા સ્કાય અને સત્વ પ્રાઇમ એપાર્ટમેન્ટ વચ્ચેની દિવાલ અને પેસેજનો થોડોક ભાગ જમીનમાં ઘસી પડ્યો હોવાની ઘટના સામે આવી છે. અચાનક દિવાસ ઘસી પડતા સત્વ પ્રાઇમ એપાર્ટમેન્ટમાં રહેતા રહીશોના જીવ તાળવે ચોંટ્યા હતા. ઘટના અંગે જાણ થતા પોલીસ, પાલિકાની ટીમો તથા ફાયર વિભાગના જવાનો દોડી આવ્યા હતા. અને બેરીકેડીંગ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
બિલ્ડરને અમે પહેલાથી જ કાળજી રાખવા માટે જણાવ્યું હતું
સત્વ પ્રાઇમ એપાર્ટમેન્ટની દિવાલ ઘસી પડી તે જગ્યા પાસે જી અને ઇ ટાવર આવેલા છે. અહીંયાના રહીશોની સલામતીનો પ્રશ્ન સર્જાતા તથા ટાવર નમી પડવાની આશંકાઓને ધ્યાને રાખીને 40 પરિવારોએ પોતાના ફ્લેટ ખાલી કરી દીધા હતા. ઘટનાની જાણ થતા સ્થાનિક કોર્પોરેટર પણ દોડી આવ્યા હતા. સ્થાનિકોનું કહેવું છે કે, પહેલા અમને લાગ્યું કે આ જગ્યાએ કંઇક ઉંચુ-નીચું થઇ ગયું છે. પરંતુ ધ્યાન ન્હતું આપ્યું. જો કે, થોડીક જ વારમાં દિવાલ ધરાશાયી થઇ ગઇ હતી. નવી બંધાતી સાઇટના બિલ્ડરને અમે પહેલાથી જ જરૂરી કાળજી રાખવા માટે જણાવ્યું હતું. પરંતું તેમણે બેદરકારી રાખતા આજે અમારે ભોગવવાનો વારો આવ્યો છે.
આ પણ વાંચો --- VADODARA : સિક્લીગર ગેંગની બિનહિસાબી મિલકતો પર તવાઇના એંધાણ


