VADODARA : છાણી ગાર્ડનમાં દુર્ગંધનું સામ્રાજ્ય, વોકર્સ પરેશાન
VADODARA : વડોદરા (VADODARA) ના છાણીમાં આવેલા ગાર્ડન (CHHANI GARDEN) પાસે સુવેઝનો મોટી માત્રામાં નિકાલ થતો હોવાથી દુર્ગંધ મારતો ગેસ ઉપતન્ન થઇ રહ્યો છે. જેના કારણે ગાર્ડનમાં આવતા વોકર્સમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે. ગેસની માત્રા વધતા જતા તે આરોગ્ય માટે હાનીકારક હોવાનો મત વોકર્સે મીડિયા સમક્ષ રજુ કર્યો હતો. સાથે જ આ મામલાના ત્વરિત ઉકેલ માટે સત્તાધીશો સમક્ષ માંગ કરવામાં આવી હતી.
સીધી અસર સ્વાસ્થ્ય પર પડે એવી છે
સ્થાનિક સર્વેએ મીડિયાને જણાવ્યું કે, જ્યારે છાણી ગામમાં અહીંયા એક તળાવ હતું બીજું કશું હતું નહીં ત્યારથી અમે અહીંયા આવીએ છીએ. તે સમયે તળાવની જાળવણી થતી હતી. અત્યારે બેસવાની વ્યવસ્થા ગાર્ડન બનાવવામાં આવ્યું છે. સરકારે સારું કામ કર્યું છે. ગ્રામજનોને સાંજે આવીને બેસવું હોય સિનિયર સિટીઝનને ચાલવું હોય તે માટે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે પણ છેલ્લા છ મહિનાથી અહીંયા સુવેઝના પાણીથી ઝેરી ગેસ ઉત્પન્ન થઈ રહ્યો છે. તળાવમાં ડ્રેનેજના પાણી મોટી માત્રામાં લીકેજ થકી નિકાલ થતા વાતાવરણ પણ દૂષિત બની રહ્યું છે. જેની સીધી અસર સ્વાસ્થ્ય પર પડે એવી છે. કોર્પોરેટરો અને વિનંતી છે કે તમે સારું કામ કર્યું પણ અહીંયા ધ્યાન આપો એ જરૂરી છે.
આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે
વધુમાં જણાવ્યું કે, અધિકારીઓ ભ્રષ્ટ હોય ત્યારે અમારે આંગળીઓ ઉઠાવી પડે છે. છાણી તળાવમાં ખૂબ જ ગંદકી છે અને દૂષિત વાતાવરણ બન્યું છે. આ સુવેઝનો એટલો બધો ગેસ ઉત્પન્ન થાય છે. જે હાની પહોંચાડી શકે તેમ છે. આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે. બાળકો રમવા આવે છે. અહીંયા લોકો કસરત કરવા માટે આવે છે, ચાલવા માટે આવે છે. પરંતુ આજે આરોગ્યને જ ચેડાં થતા હોય, ત્યારે અમારે લોકોએ બોલવું પડે છે.
આ પણ વાંચો -- VADODARA : નદીની કોતરોમાંથી આવી આંટાફેરા મારતા તસ્કરો, મગરોથી બેખોફ


