Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : છાયાપુરી રેલવે સ્ટેશન પર લાપરવાહ તંત્રના પાપે 'છાંયડા'નો અભાવ

VADODARA : રેલવે પ્લેટફોર્મ પર મુસાફરો વાટ જોઇ શકે તે માટેનું માળખું તો તૈયાર કરીને રાખવામાં આવ્યું છે. પરંતુ તેના પર શેડ મારવામાં આવ્યો નથી
vadodara   છાયાપુરી રેલવે સ્ટેશન પર લાપરવાહ તંત્રના પાપે  છાંયડા નો અભાવ
Advertisement

VADODARA : વડોદરાના છાયાપુરી રેલવે સ્ટેશન પર તંત્રની લાપરવાહી છતી કરે તેવો કિસ્સો સામે આવ્યો છે. એક તરફ ગરમીનો પારો દિવસેને દિવસે ઉંચો જઇ રહ્યો છે. અને બીજી તરફ છાયાપુરી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર મુસાફરો માટે રાહ જોવા માટેનો શેડ અધુરો તૈયાર કરીને મુકવામાં આવ્યો છે. જેને પગલે મુસાફરોને દુર છાંયડો શોધીને રાહ જોવી પડી રહી છે. મુસાફરો વડોદરા રેલવે સ્ટેશનની જેમ છાયાપુરી રેલવે સ્ટેશન પર પણ સારા અને મોટા શેડની વ્યવસ્થા હોવી જોઇએ તેવી માંગ કરી રહ્યા છે. (CHHAYAPURI RAILWAY STATION WITHOUT SHADE PASSENGER SUFFER IN SUMMER - VADODARA)

રેલવે સ્ટેશનના પ્લેટફોર્મની પરિસ્થિતી ખરાબ

વડોદરા સહિત રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ જારી છે. સામાન્ય રીતે ટ્રાફીક સિગ્નલ પર ગણતરીની સેકંડો માટે પણ ઉભા રહેવાનું હોય તો લોકો છાંયડો શોધતા હોય છે. ત્યારે આવા માહોલ વચ્ચે વડોદરાના સેટેલાઇટ છાયાપુરી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મની પરિસ્થિતી ખરાબ છે. અહિંયા રેલવે પ્લેટફોર્મ પર મુસાફરો વાટ જોઇ શકે તે માટેનું માળખું તો તૈયાર કરીને રાખવામાં આવ્યું છે. પરંતુ તેના પર શેડ મારવામાં આવ્યો નથી. જેથી આ માળખું કોઇને કામ લાગી શકે તેમ નથી. અને આ જગ્યાએ છાંયડો શોધવા દુર જવું પડે તેમ હોવાથી જો તેના ચક્કરમાં મુસાફર ફસાય તો ટ્રેન પણ છુટી શકે છે.

Advertisement

તેના અભાવે મુશ્કેલી પડી રહી છે

આમ, રેલવે તંત્રની લાપરવાહીને પગલે સર્જાયેલી સ્થિીતીનો મુસાફરો ભોગ બની રહ્યા છે મુસાફરો સર્વેએ જણાવ્યું કે, વડોદરા રેલવે સ્ટેશન પર જે શેડની સારી સુવિધા છે. તેવું અહિંયા પણ હોવું જોઇએ. તેના અભાવે મુશ્કેલી પડી રહી છે. છાંયડો શોધવા દુર જવું પડે તેમ હોવાથી તાપ વેઠ્યા સિવાય બીજો કોઇ વિકલ્પ બચતો નથી.

Advertisement

આ પણ વાંચો --- Surat : કાપોદ્રાની હીરા કંપનીના રક્ત કલાકારોની હત્યાનું ષડયંત્ર રચાયુ

Tags :
Advertisement

.

×