VADODARA : પૂરના નુકશાન અંગે વિપક્ષ-શાસકના દાવામાં જમીન-આસમાનનો તફાવત
VADODARA : વર્ષ 2024 માં વડોદરાવાસીઓએ પૂરનું સંકટ ઝીલ્યું (VADODAR FLOOD - 2024) હતું. પૂરના કારણે શહેરને મોટું નુકશાન થયું હોવાનો દાવે પૂર્વ વિપક્ષના નેતા દ્વારા કરવામાંં આવ્યો (HUGE LOSS TO VADODARA CITIZEN DUE TO MANMADE FLOOD - 2024) છે. જ્યારે તેમની સામે વડોદરા પાલિકાના મ્યુનિસિપલ કમિશનર દ્વારા તેનાથી વિપરીત દાવો કરવામાં આવ્યો છે. બંને વચ્ચે જમીન-આસમાન જેટલો ફરક જણાય છે.
અમીબેન રાવત દ્વારા પૂરમાં રૂ. 25 હજાર કરોડ નું નુકશાન થયું હોવાનો દાવો
વડોદરામાં આવેલા પૂરને માનવસર્જિત પૂર તરીકે ગણવામાં આવે છે. ટુંકા ગાળામાં ત્રણ ત્રણ વખત લોકોના ઘર સુધી પાણી પહોંચ્યું હતું. જેમાં ત્રીજી વખતમાં સર્જાયેલી સ્થિતી બાદ કેટલાય દિવસો સુધી લોકો ઘરમાં પાણી સાથે લાંબો સમય વિતાવ્યો હતો. જેમાં લોકોને જાન-માલનું મોટું નુકશાન પહોંચ્યું હતું. તાજેતરમાં વડોદરા પાલિકાની બજેટની સભા પૂર્ણ થઇ છે. આ સભા કાળ દરમિયાન પૂર્વ વિપક્ષના નેતા અમીબેન રાવત દ્વારા પૂરમાં રૂ. 25 હજાર કરોડ નું નુકશાન થયું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જો કે, આ મુદ્દે જવાબ આપતા પાલિકા કમિશનર દ્વારા માત્ર રૂ. 450 કરોડનું નુકશાન થયું હોવાની સ્પષ્ટતા કરવામાં આવી હતી. બંને દાવાઓમાં જમીન-આસમાનનો ફરક સ્પષ્ટ સમજાય તેમ છે.
પાલિકા કમિશનર દિલીપ રાણાએ સ્પષ્ટતા કરી
પાલિકા કમિશનર દિલીપ રાણાએ વધુ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, શહેરમાં પડેલા ભૂવા, ડ્રેનેજ લાઇનના ભંગાણ, એસટીપી પ્લાન્ટ, પાલિકાની બિલ્ડીંગને નુકશાન, પાણીની ટાંકી અને પંપ રૂમને નુકશાન, રોડ-બ્રિજની સરફેસ, ફાયર બ્રિગેડ, અન્ય મશીનરી, સયાજીબાગની કમ્પાઉન્ડ વોલ, બગીચાઓને નુકશાન, ફૂડ પેકેટ, દૂધ, બસ, ડિઝલ, પરિવહન, રાશનકીટો તથા અન્ય પાછળ મળીને અંદાજીત રૂ. 450 કરોડનો ખર્ચ થયો છે.
શિવજી કી સવારીને લઇને બંને પક્ષ એકજૂટ
વડોદરાની ઓળખ સમાન શિવજી કી સવારી (SHIV JI KI SAVARI - VADODARA, VMC) અંગે અગાઉની બાકી રકમની ચૂકવણી અંગે પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત આવી હતી. જેને મુલતવી કરવામાં આવતા સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ રોષે ભરાયા હતા. અને જે બાદ આ મુદ્દો પાલિકાની બજેટ સભામાં પણ ઉઠળ્યો હતો. આખરે આ મામલે પૂર્વ મેયર નિલેશસિંહ રાઠોડ દ્વારા નવું બજેટ હેડ લાવવાની રજુઆત કરવામાં આવી હતી. જેને વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત ભથ્થુ દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું હતું. આમ, શિવજી કી સવારીને લઇને બંને પક્ષે એકજુટતા દર્શાવી હતી.
આ પણ વાંચો --- VADODARA : સંવેદનશીલ વિસ્તારમાં વીજચોરોને રૂ. 35 લાખથી વધુનો દંડ


