Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : આવતી કાલથી શહેર ભાજપ કાર્યાલયનું સરનામું બદલાશે

VADODARA : ઉદ્ધાટન કાર્ય ભાજપ પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે થશે
vadodara   આવતી કાલથી શહેર ભાજપ કાર્યાલયનું સરનામું બદલાશે
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) માં સત્તારૂઢ ભાજપનું કાર્યાલય (VADODARA CITY BJP OFFICE) હાલ સુધીમાં સયાજીગંજના મનુભાઇ ટાવરમાં કાર્યરત હતું. હવે તેને કારેલીબાગ જલારામ મંદિર રોડ પર ખસેડવામાં આવ્યું છે. આવતી કાલે ભાજપ પ્રદેશ પ્રમુખ (GUJARAT STATE BJP PRESIDENT) અને કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ (JAL SHAKTI MINISTER OF INDIA C R PATIL) તથા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ (CM OF GUJARAT - BHUPENDRA BHAI PATEL) અને ગૃહ મંત્રી હર્ષભાઇ સંઘવી (HOME MINISTER OF GUJARAT HARSH SANGHAVI) ના હસ્તે નમો કમલમ ખુલ્લુ મુકવામાં આવશે. ત્રણ માળનું કાર્યાલય કોર્પોરેટ સ્ટાઇલથી આધુનિક જરૂરિયાતોને સમાવતું બનાવવામાં આવ્યું છે.

બે વર્ષ પહેલા કારેલીબાગ વિસ્તારમાં ખાતમૂહુર્ત કરવામાં આવ્યું

વડોદરામાં જિલ્લા પંચાયતથી લઇને સંસદ સુધી ભાજપના પ્રતિનિધીઓ વર્ષોથી ચૂંટાઇને લોકસેવા કરી રહ્યા છે. વડોદરા શહેર ભાજપનું કાર્યાલય અત્યાર સુધીમાં મનુભાઇ ટાવર, સયાજીગંજ ખાતે હતું. સમયસાથે કાર્યકરોનું સંખ્યાબળ વધતા તેમજ શિર્ષનેતૃત્વ દ્વારા તમામ શહેર-જિલ્લાઓમાં સુવિધાસભર કાર્યાલય બનાવવાનું આહવાન કરતા બે વર્ષ પહેલા કારેલીબાગ વિસ્તારમાં જમીન લઇને તેનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું.

Advertisement

મોટી સંખ્યામાં નેતાઓ-કાર્યકર્તાઓની હાજરીને ધ્યાને રાખીને તડામાર તૈયારીઓ શરૂ

આજની સ્થિતીએ ત્રણ માળના કાર્યાલય નમો કમલમનું માળખું તૈયાર છે. તે પૈકી પહેલા માળ પર કેબિન, બેઠક વ્યવસ્થા સહિતની સુવિધાઓ તૈયાર છે. જ્યારે અન્ય માળ પરની સુવિધાઓ તૈયાર કરવાનું કાર્ય ચાલુ છે. ત્યારે આવતી કાલે 22 ડિસેમ્બરના રોજ નવા કાર્યાલયનું ઉદ્ધાટન નિર્ધારિત કરવામાં આવ્યું છે. આ ઉદ્ધાટન ભાજપ પ્રદેશ પ્રમુખ (GUJARAT STATE BJP PRESIDENT) અને કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ (JAL SHAKTI MINISTER OF INDIA C R PATIL) તથા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ (CM OF GUJARAT - BHUPENDRA BHAI PATEL) અને ગૃહ મંત્રી હર્ષભાઇ સંઘવી (HOME MINISTER OF GUJARAT HARSH SANGHAVI)ના હસ્તે કરવામાં આવનાર છે. જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક નેતાઓ તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહે તે માટે મીટીંગો યોજવામાં આવી રહી છે. આ સાથે જ મોટી સંખ્યામાં નેતાઓ-કાર્યકર્તાઓની હાજરીને ધ્યાને રાખીને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મંડપ, પોસ્ટર, ભવ્ય એન્ટ્રી સહિતનું કામ હાલ ચાલી રહ્યું છે.

Advertisement

કોર્પોરેટ સ્ટાઇલ સુવિધાઓ આપવામાં આવી

અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેર ભાજપના નવું કાર્યાલય ત્રણ માળનું છે. જેમાં વિવિધ મોરચા માટે ઓફિસ તથા ક્યુબિકલ્સની વ્યવસ્થા છે. આ સાથે જ મીટીંગ લઇ શકાય તેવા મોટા કોન્ફરન્સ હોલ, વિશાળ બેઠક વ્યવસ્થા સહિતની કોર્પોરેટ સ્ટાઇલ સુવિધાઓ આપવામાં આવી છે.

આ પણ વાંચો -- VADODARA : "તબ તક રૂકેગા નહીં", ખંડેરાવ તળાવને બચાવવા ફિલ્મી સ્ટાઇલમાં પ્રયાસ

Tags :
Advertisement

.

×