VADODARA : શહેર ભાજપમાં વોર્ડ પ્રમુખની નિયુક્તિ માટે સેન્સ લેવાશે
VADODARA : આજથી વડોદરા શહેર ભાજપમાં વોર્ડ પ્રમુખ (VADODARA CITY BJP WARD PRESIDENT SELECTION) ની નિયુક્તિ માટેની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. વોર્ડ પ્રમાણે 3 દાવેદારોના નામોની પેનલ તૈયાર કરીને પ્રદેશમાં મોકલવામાં આવશે. વિધાનસભા દિઠ બેઠકોનો દોર ચાલનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. આવતા સોમવાર સુધી આ પ્રક્રિયા ચાલશે તેવું સુત્રોએ ઉમેર્યું છે. આમ, શહેર ભાજપના નવા સંગઠની તૈયારીઓ અંતિમ ચરણમાં પહોંચી હોય તેમ લાગી રહ્યું છે.
વોર્ડ પ્રમુખ માટે અત્યાર સુધીમાં 215 જેટલા ફોર્મ ઉપડ્યા
એક પછી એક રાજ્યોમાં જીત હાંસલ કરતી અને કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપના વડોદરાના સંગઠનમાં સ્થાન મેળવવા માટે અનેક ઉમેદવારો લાઇનમાં છે. જેમાં વોર્ડ પ્રમુખની નિમણુંકમાં યોગ્ય ઉમેદવારની પસંદગી કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, વોર્ડ પ્રમુખ માટે અત્યાર સુધીમાં 215 જેટલા ફોર્મ ઉપડ્યા છે. તે પૈકી 185 કાર્યકર્તાઓ દ્વારા ફોર્મ ફરીને જમા કરાવ્યા છે. જે જોતા જ વોર્ડ પ્રમુખના પદ પર કેટલા દાવેદારોની નજર છે, તેનો અંદાજો આવી શકે તેમ છે.
સેન્સ પ્રક્રિયા કુશળસિંહ પઢેરિયા અને ડો. સંજય દેસાઇ હાથ ધરશે
વડોદરામાં વોર્ડ પ્રમુખની પસંદગી માટે આજથી સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. વોર્ડ દીઠ ત્રણ દાવેદારોના નામોની પેનલ તૈયાર કરીને પ્રદેશમાં મોલકવામાં આવશે. સેન્સ પ્રક્રિયા કુશળસિંહ પઢેરિયા અને ડો. સંજય દેસાઇ હાથ ધરશે. વોર્ડ પ્રમુખની પસંદગીમાં વિધાનસભા પ્રમાણે બેઠકોનો દોર ચાલનાર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. આ પ્રક્રિયા આગામી સોમવાર સુધી ચાલશે. ત્યાર બાદ અંતિમ નામો પર મહોર મારવા માટે મામલો પ્રદેશ પહોંચશે. જે બાદ અંતિમ નામો જાહેર કરવામાં આવશે, તેનું સુત્રોનું જણાવવું છે.
આ પણ વાંચો -- VADODARA : શહેર ભાજપના સુવિધાસભર કાર્યાલયનું ટૂંક સમયમાં ઉદ્ધાટન


