VADODARA : બે નામચીન ગુનેગારો પાસા હેઠળ ધકેલાયા
VADODARA : વડોદરા શહેર પોલીસ (VADODARA CITY POLICE) દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે તથા ગુનાકીય પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે માથાભારે શખ્સો સામે પાસાનું શસ્ત્ર ઉગામ્યું છે. તે પૈકી બે આરોપીઓને (TWO BOOKED UNDER PASA ACT - VADODARA) અન્ય શહેરોની જેલમાં ધકેલવામાં આવ્યા છે. વર્ષના પહેલા દિવસથી જ શહેર પોલીસ દ્વારા માથાભારે શખ્સો સામે કડક પગલાં લેવાનું શરૂ કરી દીધું છે.
દારૂ ગેરકાયદેસર હોવાની સાથે તેની ગુણવત્તાની કોઇ ખાતરી ન્હતી
પ્રથમ કેસમાં ઇબ્રાહીમ ઉર્ફે સલીમ અલભા મલેક (રહે. નવી નગરી, તરસાલી, વડોદરા) સામે પ્રોહીબીશન તથા જુગારધારા અંતર્ગત વડોદરા શહેર-જિલ્લાના અલગ અલગ પોલીસ મથકમાં 14 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. તાજેતરમાં પણ તે ભારતીય બનાવટના વિદેશી દારૂના ગેરકાયદેસર જથ્થા સાથે ઝડપાયો હતો. આરોપી જામીન પર મુક્ત થયા બાદ પ્રતિબંધીત દારૂની હેરાફારી કરવાની ટેવવાળો છે. તે પોલીસની રેડમાં પણ ઝડપાયો હતો. રેડમાં પકડાયેલા વિદેશી દારૂ ગેરકાયદેસર હોવાની સાથે તેની ગુણવત્તાની કોઇ ખાતરી ન્હતી, જેથી તેના સેવનથી માનવ સ્વાસ્થ્યને નુકશાન પહોંચી શકે તેમ હતું. આરોપીને પાસા હેઠળ કપુરાઇ પોલીસ મથક દ્વારાક વોટંરની બજવણી કરવામાં આવી છે. અને આરોપીને પાસામાં અટકાયત કરીને તેને રાજકોટની મધ્યસ્થ જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે.
પીડિતનું અપહરણ કરીને તેનો નગ્ન વીડિયો ઉતાર્યો
બીજા કેસમાં ઓમપ્રકાશ ઉર્ફે ઓમી જગદીશભાઇ પંજાબી (રહે. સોલેટર્સ બંગ્લોધઝ પાસે, ન્યુ સમા રોડ, વડોદરા) સામે વડોદરા શહેર તથા આણંદ ટાઉન પોલીસ મથકમાં અપહરણ તથા અન્ય કલમો હેઠળ ગુના નોંધાયા છે. તાજેતરમાં તેણે પીડિતનું અપહરણ કરીને તેનો નગ્ન વીડિયો ઉતાર્યો હતો. તેને વાયરલ કરવાની અવેજમાં રૂ. 6 લાખની ખંડણી માંગી હતી. આરોપ ઝનુની સ્વભાવનો છે. તેણે માથાભારે ઇસમોની ગુંડા ટોળકી બનાવેલી છે. તેને સાથે રાખીને હથિયાર વડે તે ગુનાઓ આચરે છે, અને ભયનું વાતાવરણ ઉભુ કરે છે. જેથી વારસીયા પોલસ મથક દ્વારા આરોપીને પાસાના વોરંટની બજવણી કરવામાં આવી હતી. અને તેને અટકાયતમાં લઇને તેને ભુજ મધ્યસ્થ જેલમાં પાસા હેઠળ ધકેલી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો --- VADODARA : ચોકલેટ મોંઘી લાગે તે હદે સીઝનલ શાકભાજીના ભાવ ગગડ્યા


