VADODARA : બોમ્બ થ્રેટ ઇમેલ મામલે સાયબર ક્રાઇમને તપાસ સોંપાઇ
VADODARA : વિતેલા સપ્તાહમાં વડોદરાની જાણીતી નવરચના સ્કુલ અને એક્સપ્રેસ રેસીડેન્સી હોટેલને બોમ્બથી ઉડાવી દેવાની (BOMB THREAT EMAIL - VADODARA) ધમકી આપવામાં આવી હતી. બંને કિસ્સામાં પોલીસને જાણ કરવામાં આવતા તેઓ તુરંત દોડી આવ્યા હતા. અને સ્થળ પર સઘન સર્ચ હાથ ધર્યું હતું. જો કે, તપાસમાં કંઇ હાથ ના લાગતા પરિસરને સુરક્ષિત જાહેર કરવામાં આવ્યા હતા. જો કે, આવા કિસ્સામાં પોલીસ દ્વારા મામલાના મૂળ સુધી પહોંચવા માટે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસને તપાસ સોંપવામાં આવી છે. જે આ મામલે વધુ તપાસ હાથ ધરનાર છે, તેવું શહેર પોલીસ કમિશનરે મીડિયાને જણાવ્યું છે.
વિગતવાર તપાસ વડોદરા સાયબર ક્રાઇમ પોલીસને સોંપાઇ
શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે મીડિયાને જણાવ્યું કે, તાજેતરમાં નવરચના સ્કુલને એક બોમ્બ થ્રેટનો ઇમેલ મળ્યો હતો. જેમાં શાળામાં આઇઇડી પ્લાન્ટ કરેલું હોવાનું અને ટાઇમ બોમ્બથી ઉડાડી દેવા જણાવ્યું હતું. આ અંગેની જાણકારી મળતા પોલીસ પહોંચી ગઇ હતી. અને ત્યાર બાદ પોલીસે જગ્યા પર સઘન સર્ચ કર્યું હતું. જેમાં કંઇ મળ્યું ન્હતું. આ ડરાવવાના ઉદ્દેશ્યથી કર્યું હોવાનું જણાતા શાળા પરિસરને સુરક્ષિત જાહેર કરવામાં આવી હતી. પરંતુ ઇમેલનું ઓરીજીન, મોકલનારનું કારણ શું, ક્યારે ઇમેલ બનાવાયું છે, તે સહિતની વિગતવાર તપાસ વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
ડિટેઇલ્ડ ઇન્વેસ્ટીગેશન હાથ ધરવામાં આવી રહ્યું છે
ઘટનાના બીજા દિવસે અલકાપુરીની એક્સપ્રેસ રેસીડેન્સી હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. તેમાં પણ તપાસમાં કંઇ હાથ લાગ્યું ન્હતું. પરંતુ આ અંગે પોલીસ વિભાગ દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે. ડિટેઇલ્ડ ઇન્વેસ્ટીગેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. તપાસના અંતે જે કંઇ સામે આવશે, તેની માહિતી જણાવવામાં આવશે.
આ પણ વાંચો --- VADODARA : બોટકાંડમાં બનાવટી દસ્તાવેજો રજુ કરનાર સામે ગાળિયો કસાશે


