VADODARA : QR કોડ સ્કેન કરતા જ અશાંતધારાની મંજુરી મળે તેવું આયોજન
VADODARA : વડોદરા જિલ્લા કલેક્ટર (VADODARA DISTRICT COLLECTOR) ના તાબા હેઠળ આવતી સિટિ પ્રાંતની કચેરી દ્વારા ફેસલેસ અને પેપરલેસ કચેરી બનાવવાની દિશામાં એક ડગલું આગળ ભરવામાં આવ્યું છે. હવે સમાન ધર્મ માટે અશાંત ધારાની અરજી સરફતાથી મળી રહે તે માટે ક્યુઆર કોડ સિસ્ટમ (QR CODE SYSTEM FOR BETTER ADMINISTRATION - VADODARA CITY PRANT OFFICE) લાગુ કરવામાં આવી છે. જેથી માત્ર એક ક્યુઆર કોડ સ્કેન કરવાથી જ આશાંતધારાની મંજુરી મળશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. આ સિસ્ટમ રાજ્યમાં પ્રથમ વખત વડોદરાના સિટિ પ્રાંતની કચેરી દ્વારા લાગુ કરવામાં આવી છે. જો આ પ્રયોગ વડોદરામાં સફળ રહે તો આવનાર સમયમાં અન્યત્રે પણ તેને લાગુ કરાવવામાં આવી શકે છે.
આંતરધર્મની અરજીઓ આવે તો પોલીસ કક્ષાએ અભિપ્રાય
સમગ્ર આયોજનને લઇને નાયબ કલેક્ટર વી. કે. સાંબડએ મીડિયાને જણાવ્યું કે, અશાંતધારા માટેની સિટિ પ્રાંતની કચેરીએ દર માસે 1,500 -2,000 જેટલી અરજીઓ આવતી હોય છે. આ અરજીઓ સમાન ધર્મના માટેની આવતી હોય છે. હિંદુ ત્યાં હિંદુ અને મુસ્લિમ ત્યાં મુસ્લિમ માટેની હોય છે. જો આંતરધર્મની અરજીઓ આવે તો પોલીસ કક્ષાએ અભિપ્રાય લઇને જ આગળ કાર્યવાહી કરવામાં આવે છે. આપણે શરૂ કરેલી સુવિધાઓ માત્ર સમાન ધર્મની અશાંતધારાની અરજીઓ માટેની છે. આ અરજીઓ જનસેવા કેન્દ્રમાં સ્વિકારવામાં આવે છે.
અત્રેની કચેરીએ કોઇ પણ પક્ષકારે આવવાની જરૂર નહીં રહે
વધુમાં તેમણે જણાવ્યું કે, અત્યાર સુધી આ અરજીઓનો મેન્યુઆલી નિકાલ કરવામાં આવતો હતો. તેના બદલે હવે કોઇ પણ અરજદારે હવે સિટિ પ્રાંતની કચેરીની મુલાકાત લીધા વગર, દરેક અરજી મંજુર થયા બાદ સંકલિત હુકમ કરીને મોકલી આપવામાં આવશે. અત્રેની કચેરીએ કોઇ પણ પક્ષકારે આવવાની જરૂર નહીં રહે. તેમ છતાં કોઇ પક્ષકાર અરજી કરવા માંગતો હશે, તો તેને ઓનલાઇન અપલોડ કરવામાં આવશે. તેની માટે ક્યુઆર કોડ આપવામાં આવશે. જેને કચેરીની નોટીસમાં મોકલવામાં આવશે. તેને સ્કેન કર્યા બાદ તે હુકમ મેળવી શકશે. આ માત્ર સમાન ધર્મની અરજીઓ માટે જ છે. બાકીની અરજીઓ માટે અગાઉની પ્રક્રિયા યથાવત રહેશે.
આ પણ વાંચો --- VADODARA : ચાર દરવાજાનામાં દબાણ હટાવો ઝુંબેશ, બંદોબસ્તમાં DCP તૈનાત