Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : લેન્ડ રેકર્ડ વર્ગ - 3 ના કર્મચારીઓની પેનડાઉન હડતાલ

VADODARA : આજથી ગુજરાત રાજ્ય લેન્ડ રેકર્ડ વર્ગ - 3 ના કર્મચારી મંડળ (રાજ્યકક્ષા) દ્વારા કર્મચારીઓની બાકી પડતર માંગણીઓને લઇને એસ.એલ.આર. કચેરી, ડી.આઇ.એલ.આર કચેરી તથા સીટી સર્વે કચેરીના તમામ કર્મચારીઓ દ્વારા 31 જુલાઇ સુધી પેન ડાઉન હડતાલી જાહેરાત કરવામાં આવી...
vadodara   લેન્ડ રેકર્ડ વર્ગ   3 ના કર્મચારીઓની પેનડાઉન હડતાલ
Advertisement

VADODARA : આજથી ગુજરાત રાજ્ય લેન્ડ રેકર્ડ વર્ગ - 3 ના કર્મચારી મંડળ (રાજ્યકક્ષા) દ્વારા કર્મચારીઓની બાકી પડતર માંગણીઓને લઇને એસ.એલ.આર. કચેરી, ડી.આઇ.એલ.આર કચેરી તથા સીટી સર્વે કચેરીના તમામ કર્મચારીઓ દ્વારા 31 જુલાઇ સુધી પેન ડાઉન હડતાલી જાહેરાત કરવામાં આવી છે. જેની અસર વડોદરા (VADODARA) માં પણ જોવા મળી રહી છે. તમામ કર્મીઓ કામગીરીથી અળગા રહીને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. વિવિધ કચેરીઓમાં આ અંગેની નોટીસ પણ લગાડવામાં આવી છે. જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

Advertisement

કામગીરીથી અળગા રહીને વિરોધ

રાજ્ય લેન્ડ રેકર્ડ વર્ગ - 3 ના કર્મચારી મંડળ (રાજ્યકક્ષા) દ્વારા કર્મચારીઓની બાકી પડતર માંગણીઓને લઇને 31, જુલાઇ સુધી પેનડાઉન હડતાલની જાહેરાત કરવામાં આવી છે. જેમાં એસ.એલ.આર. કચેરી, ડી.આઇ.એલ.આર કચેરી તથા સીટી સર્વે કચેરીના તમામ કર્મચારીઓ કામગીરીથી અળગા રહીને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. જેના કારણે લોકોની મુશ્કેલીઓ વધી છે. મોટાભાગની જગ્યાઓ પર ખાલી ખુરશીઓ જોવા મળી રહી છે.

Advertisement

કર્મચારીઓની લાગણીનો અસંતોષ

વિરોધ કરનાર મહિલા રાધિકાબેન જણાવે છે કે, અમારા મુખ્ય મુદ્દા, અમારી કચેરીના સ્ટાફને કામ માટે અન્ય જીલ્લાઓમાં મોકલવામાં આવે છે, તેમ ન થવું જોઇએ. તથા ગ્રેડ પે ઓછો આપવામાં આવે છે, તે વધારવામાં આવે. અને કર્મચારીઓને કામગીરીનો જે સ્કેલ નક્કી કરવામાં આવ્યો છે, તેના કરતા વધારે કામગીરી સોંપવામાં આવે છે. કામગીરી સ્કેલ પ્રમાણે સોંપવામાં આવે તેવી અમારી માંગ છે. આ મુદ્દાઓને લઇને અમે હડતાલ પાડી છે. કર્મચારીઓની લાગણીનો અસંતોષ થતા આજે આ પગલું ભરવું પડ્યું છે. અહિંયા અકોટા કચેરી ખાતે માપણી, પ્રોપર્ટી કાર્ડની તમામ કામગીરી, વારસાઇ અને વેચાણ નોંધ સહિતની કામગીરી કરવામાં આવે છે.

પડતર પ્રશ્નોનું નિરાકરણ આવે

અન્ય મહિલા કર્મી જણાવે છે કે, રાધિકા બેને જણાવ્યું તેમ અમે તમામ હડતાલને સમર્થ આપી રહ્યા છે. આ સીટી સર્વે સુપ્રીડેન્ટન્ટ - 1 ની કચેરી છે. લેન્ડ રેકર્ડ ડિપાર્ટમેન્ટના તમામ કર્મચારીઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ આવે તે માટે પેનડાઉન વિરોધ જારી છે.

આ પણ વાંચો -- VADODARA : શિક્ષણ સમિતિની સામાન્ય સભા મળશે, જાણો કયો એજન્ડા મુકાશે

Tags :
Advertisement

.

×