VADODARA : મુખ્યમંત્રીએ વડોદરાના મનની વાત જાણી, બે મોટી જાહેરાત કરી દિલ જીત્યા
VADODARA : ગતરોજ રાજ્યના મુખ્યમંત્રી (CM OF GUJARAT - BHUPENDRA BHAI PATEL) વડોદરા (VADODARA) ની મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેમણે બે મોટી જાહેરાત કરીને વડોદરાવાસીઓને દિલ જીતી લીધા છે. અને તે જાહેરાતોથી વડોદરાવાસીઓ ખુશખુશાલ છે. તૈ પૈકીને એક જાહેરાત વડોદરાના અલકાપુરી ગરનાળા પર ઓવર બ્રિજ બનાવવાની છે, અને અન્ય જાહેરાત વડોદરાની ગતિશક્તિ યુનિ.ને જમીનની ફાળવણીની છે. આ સાથે જ ગતરોજ મુખ્યમંત્રી દ્વારા ગતરોજની મુલાકાત દરમિયાન વડોદરાવાસીઓને રૂ. 716 કરોડના વિકાસકાર્યોની ભેંટ આપવામાં આવી છે.
મુખ્યમંત્રીએ ગતરોજ મૌખિક મંજુરી આપતા લોકોમાં ખુશી વ્યાપી જવા પામી
ગતરોજ રાજ્યના મુખ્યમંત્રી વડોદરાની મુલાકાતે હતા. તે દરમિયાન તેઓ પ્રથમ પાલિકા દ્વારા વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. અને વિકાસકાર્યોની ભેંટ આપી હતી. દરમિયાન મુખ્યમંત્રી દ્વારા વડોદરાના અલકાપુરી ગરનાળા પર ઓવર બ્રિજ બનાવવાની જાહેરાત કરી હતી. આ ગરનાળુ વિતેલા એક વર્ષમાં અનેક વખત પાણી ભરાવવાના કારણે બંધ થયું હતું. જેને પગલે અન્ય રસ્તાઓ પર ભારણ વધ્યું હતું. અને અને ટ્રાફીક જામના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો હતો. જો કે, લોકોની સમસ્યા પારખી જતા વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોષી (VADODARA MP - DR. HEMANG JOSHI) દ્વારા ઓવર બ્રિજ બનાવવાની માંગ કરતો પત્ર મુખ્યમંત્રીને લખ્યો હતો. જેને જાહેરમાં મુખ્યમંત્રીએ ગતરોજ મૌખિક મંજુરી આપતા લોકોમાં ખુશી વ્યાપી જવા પામી છે.
31 એકર જગ્યા વિશ્વવિદ્યાલય આપશે
પાલિકાના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ગતિ શક્તિ યુનિ.ના પદવીદાન સમારોહમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તેઓ મીડિયા સમક્ષ રૂબરૂ થયા હતા. જ્યાં તેમણે જણાવ્યું હતું કે, ગતિશક્તિ વિશ્વવિદ્યાલય માટે જગ્યાની જે વાત હતી. તેને 31 એકર જગ્યા વિશ્વવિદ્યાલય આપશે. અને વર્લ્ડ ક્લાસ વિશ્વવિદ્યાલય બને તેવા પ્રયત્નો કરાશે.
આ પણ વાંચો -- Gujarat Weather Update:ડિસેમ્બરના પ્રારંભે ઠંડી વધશે કે નહીં? જાણો હવામાન વિભાગની આગાહી


