Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : શહેરએ સ્વચ્છતાને "સ્વભાવ" બનાવ્યો - મુખ્યમંત્રી

VADODARA : ભૂખ હોય અને ખાઇએ તેની મજા જુદી છે. વડોદરાને આ પટ્ટામાં ટોપ પર આવવાની ભૂખ લાગી હોય તેમ લાગે છે. - મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ
vadodara   શહેરએ સ્વચ્છતાને  સ્વભાવ  બનાવ્યો   મુખ્યમંત્રી
Advertisement

VADODARA : આજરોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ (CM OF GUJARAT - BHUPENDRA BHAI PATEL) વડોદરા (VADODARA) ની મુલાકાતે છે. આજે એરપોર્ટથી કાર્યક્રમ સ્થળ સુધી જતા તેમણે સ્વચ્છતા સારી હોવાનું અનુભવ્યું હતું. અને શહેરીજનોના વખાણ કર્યા હતા. દિવાળી પહેલા જ્યારે મુખ્યમંત્રી વડોદરાની મુલાકાતે આવ્યા ત્યારે તેમણે સ્વચ્છતા અંગે ટકોર કરી હતી. જે બાદ આજે તેઓ વખાણ કરતા નજરે પડ્યા હતા. મુખ્યમંત્રીનું કહેવું છે કે, પહેલા જોવા આવ્યા ત્યારે શહેર ચોખ્ખું હતું. આગળ પણ આવું રહે તેના માટે આપણે બધાયે સાથે રહીને પ્રયત્ન કરવાનો. અહિંયા બેઠેલા તમામે સહયોગ આપવાનો છે.

અગાઉ તેમણે શહેરમાં સ્વચ્છતાને લઇને ટકોર કરી હતી

આજે વડોદરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે રૂ. 617 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરવામાં આવ્યું છે. જે બાદ તેમણે વડોદરાવાસીઓને સંબોધન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, દિવાળી પહેલા મુખ્યમંત્રી વડોદરાની મુલાકાતે હતા ત્યારે તેમણે શહેરમાં સ્વચ્છતાને લઇને ટકોર કરી હતી. અને સ્વચ્છતા યોગ્ય જળવાની ના હોવાનું પોતાની રમુજી શૈલીમાં કહ્યું હતું. પરંતુ આજે તેઓ વડોદરાની સ્વચ્છતા જોઇને ખુશ હોય તેમ લાગી રહ્યું છે. અને તે અંગે તેમણે વખાણ પણ કર્યા છે.

Advertisement

ભૂખ હોય અને ખાઇને તેની મજા જુદી છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસકાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત પ્રસંગે નાગરિકોને સંબોધતા કહ્યું કે, એક સારી વાત એરપોર્ટથી અહીંયા આવતા સુધીમાં થઇ છે. કે શહેર હવે સ્વચ્છતા માટે તેનો સ્વભાવ બનાવી દીધો છે. સંસ્કાર તો હતા જ, પણ ક્યાંક એકબીજાને યાદ કરાવવું પડે. યાદ કરાવ્યા પછી, તેને વળગીને આગળ વધવું. આજે વડોદરા શહેર ચોખ્ખું લાગ્યું. પહેલા જોવા આવ્યા ત્યારે શહેર ચોખ્ખું હતું. આગળ પણ આવું રહે તેના માટે આપણે બધાયે સાથે રહીને પ્રયત્ન કરવાનો. અહિંયા બેઠેલા તમામે સહયોગ આપવાનો છે. તો જ આવુને આવું રહે. ભૂખ હોય અને ખાઇએ તેની મજા જુદી છે. વડોદરાને આ પટ્ટામાં ટોપ પર આવવાની ભૂખ લાગી હોય તેમ લાગે છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : વિતેલા એક સપ્તાહમાં અડધા કરોડ રૂપિયાની વિજચોરી પકડતું તંત્ર

Tags :
Advertisement

.

×