VADODARA : મોડી રાત્રે મુખ્યમંત્રીનું આગમન, શહેરને મળશે કરોડોના વિકાસકાર્યોની ભેંટ
- ગુજરાત દિવસનો કાર્યક્રમ પતાવીને મુખ્યમંત્રી વડોદરા પધાર્યા
- વિશ્વામિત્રી પ્રોજેક્ટનું રિવ્યું સહિતના કાર્યોમાં ભાગ લેશે
- અગાઉ ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવીએ વિશ્વામિત્રી પ્રોજેક્ટનું નિરીક્ષણ કરી, સંતોષ વ્યક્ત કર્યો હતો
VADODARA : ગતમોડી રાત્રે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ (CM OF GUJARAT - BHUPENDRABHAI PATEL) નું વડોદરા (VADODARA) માં આગમન થયું છે. ગુજરાત દિવસની ઉજવણીનો કાર્યક્રમ પૂર્ણ કરીને તેઓ સીધા વડોદરા આવી પહોંચ્યા છે. મોડી રાત્રે કારનો કાફલો સર્કિટ હાઉસ પહોંચ્યો છે. આજે મુખ્યમંત્રીના હસ્તે વડોદરાને રૂ. 1,156 કરોડના વિકાસકાર્યોની ભેંટ મળવા જઇ રહી છે. આ સાથે વિવિધ કાર્યક્રમોમાં પણ મુખ્યમંત્રી હાજરી આપનાર છે.
વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંગેની રીવ્યું મીટીંગ લેશે
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગત મોડી રાત્રે વડોદરાના મહેમાન બન્યા છે. પોણા બાર વાગ્યે તેઓ અલકાપુરી સ્થિત સર્કિટ હાઉસ આવી પહોંચ્યા છે. આજે વડોદરામાં તેમના હસ્તે કરોડો રૂપિયાના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવનાર છે. પ્રાથમિક સુત્રોના જણાવ્યા અનુસાર, આજે સવારે 9 કલાકે મુખ્યમંત્રી સર્કિટ હાઉસ ખાતે વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંગેની રીવ્યું મીટીંગ લેશે. જેમાં ઉચ્ચ અધિકારીઓ હાજરી આપનાર છે. આ અગાઉ રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવીએ વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઇને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.
પાલિકા દ્વારા કામ ચલાઉ ડોમ ઉભા કર્યા
આ બેઠક બાદ મુખ્યમંત્રી સમામાં આવેલા મંગલપાંડે બ્રિજ નીચે ચાલતી વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટની કામગીરીનું નિરીક્ષણ કરશે. મુખ્યમંત્રીના આગમનને ધ્યાને રાખીને પાલિકા દ્વારા કામ ચલાઉ ડોમ ઉભા કર્યા છે, અને સાથે જ નદીની આસપાસની જમીનનું ધોવાણ અટકાવવા માટે વેજીટેશન ગ્રાસ પાથરવામાં આવી છે. તે બાદ મુખ્યમંત્રી પંડિત દિનદયાળ ઉપાધ્યાય નગરગૃહ ખાતે આયોજિત જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે. અને તે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી વડોદરામાંથી રવાના થનાર છે.
આ પણ વાંચો --- VADODARA : લગ્નના વરઘોડામાં પહોંચી પાલિકા, જાનૈયાઓને રૂ. 2,500 નો ચાંલ્લો ચોંટ્યો


